GSTV

કોરોના : ભૂલથી પણ આ વસ્તુ લીધા વીના બહાર ન જતા, નહીંતર કોઈ પેટ્રોલ-ડિઝલ નહીં પૂરી દે

ST બસ

Last Updated on April 11, 2020 by Mayur

કોરોના વાઈરસનો કહેર દેશભરમાં છે. સંક્રમિત લોકોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશભરમાં આગામી 14મી એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સરકારે અતિસંવેદનશિલ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા છે. કેટલાક રાજ્યોમાં તો માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. દરેક રાજ્યએ માસ્ક પહેરી ન નીકળનારા વ્યક્તિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. આ વચ્ચે ભારતના રાજ્ય ઓરિસ્સામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળનારા લોકો જો પેટ્રોલ પમ્પ પાસે આવે તો તેમને પેટ્રોલ, ડિઝલ કે CNG ન આપવું.

કોના દ્રારા અને શા માટે લેવાયો નિર્ણય ?

આ નિર્ણય પેટ્રોલ પમ્પ ડિલર્સ એસોસિએશન દ્રારા કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ પર દિવસભરમાં અગણિત લોકો આવતા હોય છે. એક એક વ્યક્તિની ઓળખ કરવી સંભવ હોતી નથી. આ કારણે જ પેટ્રોલ પમ્પના ડિલર્સ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પેટ્રોલ પમ્પના કર્મચારીઓની સુરક્ષા માટે પણ લેવામાં આવ્યો છે. ઉપરથી આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કે લોકો માસ્ક પહેરે અને કોરોના વાઈરસ વિરૂદ્ધની લડતમાં જાગૃત બને.

30 એપ્રિલનું લોકડાઉન પણ કર્યું

આ કારણે જ હવે ભૂવનેશ્વરના પેટ્રોલ પમ્પ પર માસ્ક પહેર્યા વિના કોઈ વ્યક્તિ પેટ્રોલ-ડિઝલ-CNG ભરાવવા માટે જશે તો તેને નહીં મળે. જણાવી દઈએ કે ઓરિસ્સા કોરોના વાઈરસ વિરૂદ્ધ લડવા માટે કડકમાં કડક પગલાં ભરી રહ્યું છે. હાલમાં જ રાજ્યમાં લોકડાઉનની અવધિ વધારવાની ઘોષણા પણ કરવામાં આવી છે. અહીં લોકડાઉનને 14 એપ્રિલથી વધારીને 30 એપ્રિલ સુધીનું કરી દેવામાં આવ્યું છે.

ઓરિસ્સાની કોરોનામાં શું છે સ્થિતિ ?

વાત ઓરિસ્સામાં કોરોના સંક્રમણની જો કરવામાં આવે તો, સંક્રમિત દરદીઓની સંખ્યા 48 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 38 કેસ ભૂવનેશ્વરના જ છે. હાલ દેશમાં 7,400 કરતાં વધારે સંક્રમણના કેસ નોંધાઈ ચૂક્યા છે. 239 લોકોની આ ભયનાક બીમારીના કારણે મોત પણ થઈ ચૂકી છે.

READ ALSO

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ તૈયાર રખાશે, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!