GSTV
Home » News » અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય, હવે થશે જોયા જેવી

અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય, હવે થશે જોયા જેવી

અમદાવાદમાં ફરજિયાત પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો પશુમાલિકોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમની સામે પગલાં ભરવામાં આવશે. રજિસ્ટ્રેશન નહીં થયેલા પશુઓને અમદાવાદમાં રાખી નહીં શકાય. અમદાવાદ શહેરમાં 50 હજાર પશુઓ હોવાનું અનુમાન છે. જેમાંથી 23 હજાર પશુઓની નોંધણી થઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે વ્યક્તિઓને ગાયે અડફેટે લેવાની ઘટના બાદ છેલ્લા થોડા દિવસથી અમદાવાદ કોર્પોરેશનનું ઢોર અંકુશ ખાતુ સક્રીય બન્યુ છે.

કોર્પોરેશને અમદાવાદ શહેરમાં ખડતા ઢોરની સમસ્યા દુર કરવાનો નિર્ધાર કર્યો છે. ઓઢવમાં કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલાની ઘટના બાદ હવે ઢોર પકડવાની કામગીરીમાં એસઆરપીની બે ટુકડીની મદદ લેવામાં આવી રહી છે. સીએનસીડીની ટીમ રખડતા ઢોર પકડવા જાય ત્યારે પોલીસ સાથે એસઆરપીના જવાનો પણ હોય છે.

બુધવારે રાણીપ, ચાંદખેડા, સાબરમતી વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. જેમાં 40 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં એટલે કે ત્રણ દિવસમાં 250 જેટલા ઢોર પકડી લેવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરી સઘન બનાવાતા હાલ તો રસ્તા પર રખડતા ઢોર ઓછા થઇ ગયા છે ત્યારે રખડતા ઢોરની સમસ્યા કાયમને માટે દુર થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે.

READ ALSO

Related posts

અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખા તત્વોનો આતંક, પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા

Nilesh Jethva

બગોદરા : ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્ને ડ્રાઈવરના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!