GSTV

3000 વર્ષ જૂના, 275 ફૂટ ઊંચા પ્રાચીન વૃક્ષોને આગથી બચાવવા અમેરિકાએ અજમાવ્યો ગજબનો ઉપાય

Last Updated on September 17, 2021 by Vishvesh Dave

અમેરિકાના કેલિફોર્નિયામાં સિક્વોયા નેશનલ પાર્ક નામે જંગલ આવેલું છે. આ જંગલ ત્યાં આવેલા અતિ ઊંચા અને અતિ પ્રાચીન વૃક્ષો માટે જાણીતું છે. એ વિસ્તારમાં આગ લાગી છે. આગ ધીમે ધીમે આગળ વધી રહી છે. આમેય અમેરિકાના ઘણા રાજ્યો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સતત દાવાનળનો સામનો કરી રહ્યા છે. આ દાવાનળ 2થી 3 હજાર વર્ષ જૂના સિક્વોયા વૃક્ષોને નુકસાન ન કરે એટલા માતે તેના થડ પર એન્યુમિનિયમ ફોઈલ જેવું કવર વીંટાળાઈ રહ્યું છે.

એલ્યુમિનિયમ વિંટાળાઈ જવાને કારણે આગ થડ સુધી પહોંચશે નહીં. અમેરિકાના આ વૃક્ષો પ્રકૃત્તિના ઘરેણા જેવા છે. માટે તેની જાળવણી માટે સરકારે આ અકલ્પનિય પ્રયાસ શરૃ કર્યો છે. 10મી સપ્ટેમ્બરથી કેલિફોર્નિયા રાજ્યમાં આગ લાગી છે.


આ ઉપરાંત વૃક્ષ આસપાસનું ઘાસ-પૂસ વગેરે સાફ કરાઈ રહ્યું છે, જેથી આગ નજીક આવે તો પણ ફેલાતા વાર લાગે. સિક્વોયાના વૃક્ષો સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે અને બસ્સોથી ચારસો ફીટ સુધી ઊંચા થાય છે. એટલે તેનો દેખાવ અત્યંત ભવ્ય લાગે. વૃક્ષો એટલા બધા ઊંચા હોય છે કે તેની ડાળીની શરૃઆત પણ સો ફીટ કરતા વધારે ઊંચાઈથી થતી હોય છે. અહીં આવેલા વિવિધ વૃક્ષોને નામ આપી દેવાયા છે. એક વૃક્ષને અમેરિકાના લશ્કરી અધિકારી જનરલ શેરમાન પરથી જનરલ શેરમાન નામ આપવામાં આવ્યું છે. એ વૃક્ષ સેલિબ્રિટી જેવું છે, કેમ કે ખાસ તેને જોવા દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે.


સિક્વોયા નેશનલ પાર્કમાં કેટલાક વૃક્ષોના થડ એટલા મોટા છે કે તેના થડ વચ્ચે બખોલ કરી તેમાંથી રસ્તો પણ પસાર કરાયો છે. આવા વૃક્ષો ભાગ્યે જ ક્યાંય જોવા મળે એટલે તેની સાચવણી માટે સરકાર પ્રતિબદ્ધ છે. સિક્વોયા જગતના સૌથી ઊંચા વૃક્ષો ગણાય છે. અત્યારે જે વૃક્ષો છે એમાંથી જનરલ શેરમાન સૌથી ઊંચુ છે. જોકે ઓલ ટાઈમનો રેકોર્ડ તો લિન્ડસે ક્રીક ટ્રી નામના વૃક્ષનો છે. એ 390 ફીટ સુધી ઊંચુ પહોંચ્યુ હતું.


સિક્વોયા નેશનલ પાર્કના અધિકારીઓએ કહ્યુ હતુ કે તેઓ વૃક્ષોને બચાવવા માટે જ્યારે જરૃર પડે ત્યારે રીતે એલ્યુમિનિયમનું કોટિંગ કરે છે. આ વખતે આગનો ખતરો હોવાથી અત્યારે પાણી પહેલા પાળ બંધાઈ રહી છે. કેલિફોર્નિયા રાજ્ય સતત જંગલની આગથી પીડાઈ રહ્યું છે. હજારો એકરનુ જંગલ પહેલેથી જ બળી ગયું છે. કેલિફોર્નિયા રાજ્ય દુકાળનો પણ સામનો કરી રહ્યું છે. એટલે કે જંગલની આગને વેગ મળે એવા પુરતા સંજોગો ત્યાં છે. અત્યારે જ 500થી વધારે ફાયર ફાઈટરો આગને કાબુમાં લેવા કાર્યરત છે.

ALSO READ

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!