GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

ઈ-વેરિફિકેશન

રિટર્ન ફાઈલ કર્યા પછી ઇ-વેરિફિકેશન ન થતાં રદ થઈ ગયેલા છેલ્લા પાંચ વર્ષના રિટર્નની ઇ-વેરિફિકેશન કરી લઈને પેનલ્ટી અને પ્રોસિક્યુશનમાંથી મુક્તિ આપવાની જાહેરાત સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આજે કરી છે. આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી આઈટીઆર-ઈ-વેરિફિકેશન ફોર્મ નંબર 5 ભરવાનું હોય છે. આ ફોર્મ ભરવાનું ઘણાં ચૂકી જાય છે. તેના ટેકનિકલ ભાષામાં ઇ-વેરિફિકેશન તરીકે ઓળખાવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષના એટલે કે આકારણી વર્ષ 2015-16, 2016-17,  2017-18, 2018-19 અને 2019-20ના વર્ષના ઇ-ફાઈલ રિટર્નના ઇ-વેરિફિકેશન ફોર્મ ભરવાના રહી ગયા હોય તો તે ભરી લેવાની એકવાર તક આપવામાં આવી છે.

વેરિફિકેશન વગરના રિટર્ન રદ

સ્પીડ પોસ્ટથી આઈટીઆર-5વી ફોર્મ બેન્ગ્લુરૂ સીપીસીમાં મોકલીને કે પછી ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કરીને (ઓટીપી સાથે) આ કામ પૂરૂં કરવાની સુવિધા આપી છે. રિટર્ન ફાઈલ કર્યા હોય પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કરવાનું જે કરદાતાઓ ભૂલી ગયા હોય તેમના તે રિટર્નને રદ થયેલા ગણવામાં આવે છે. 30મી સપ્ટેમ્બર સુધી ઇ-વેરિફિકેશન પૂરી કરવાની મહેતલ આપવામાં આવી છે. કરદાતા આધારકાર્ડની વિગત આપી ઓટીપીની સિસ્ટમથી વિગતો ફાઈલ કરીને ઇ-વેરિફિકેશન કરી શકશે.

ડીમેટ એકાઉન્ટ નંબર મારફતે પણ ઇ-વેરિફિકેશન

તેમ જ કરદાતા તેના નેટબૅન્કિંગ એકાઉન્ટ મારફતે ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લૉગ ઇન કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે. બૅન્ક એકાઉન્ટ નંબર મારફતે પણ ઇ-વેરિફિકેશન કરી શકશે. ડીમેટ એકાઉન્ટ નંબર મારફતે પણ ઇ-વેરિફિકેશન કરી શકે છે. તેમ જ બૅન્કના એટીએમના માધ્યમથી પણ ઇ-વેરિફિકેશન કરી શકશે. ઇ-ફાઈલ કરેલા સંખ્યાબંધ રિટર્ન ઇ-વેરિફિકેશનના અભાવે પેન્ડિંગ પડયા હોવાનું સીબીડીટીના ધ્યાનમાં મૂકવામાં આવતા આ પગલું લેવામાં આવ્યું છે. સીપીસી બૅન્ગ્લુરૂ તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી.

ઈ-વેરિફિકેશન

રિટર્ન ફાઈલ ન કરવા માટે દંડ કરવાની જોગવાઈ

કાયદાની દ્રષ્ટિએ ઇ-વેરિફિકેશન વિનાના રિટર્ન ખરેખર ફાઈલ ન કરેલા રિટર્ન જ ગણાઈ છે. તેનું અસ્તિત્વ જ ન હોવાનું માનવામાં આવે છે. તેથી આવકવેરા એક્ટ 1961ની જુદી જુદી કલમો હેઠળ તેને માટે રિટર્ન ફાઈલ ન કરવા માટે દંડ કરવાની જોગવાઈ લાગુ કરવી પડે છે. રિટર્ન ફાઈલ કર્યા પછીે ઇ-વેરિફિકેશન ન થતાં રદ થઈ ગયેલા છેલ્લા પાંચ વર્ષના રિટર્નની ઇ-વેરિફિકેશન કરી લઈને પેનલ્ટી અને પ્રોસિક્યુશનમાંથી મુક્તિ આપવાની જાહેરાત સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આજે કરી છે.

નવી સિસ્ટમમાં રિટર્નનું ઇ-ફાઈલિંગ કર્યા પછી તેનું ઇ-વેરિફિકેશન

જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કર્યા પછી હાર્ડ કોપી બૅન્ગ્લુરૂ સીપીસીમાં મોકલી આપવાની હતી. તે જ રીતે નવી સિસ્ટમમાં રિટર્નનું ઇ-ફાઈલિંગ કર્યા પછી તેનું ઇ-વેરિફિકેશન કરવું જરૂરી છે. પરંતુ ઘણાં લોકો ઇ-વેરિફિકેશન ન કરતાં હોવાથી તેમનું રિટર્ન રદબાતલ થઈ જાય છે. આ પ્રકારના કરદાતાઓને તેમના છેલ્લા પાંચ વર્ષના રિટર્નનું ઇ-વેરિફિકેશન કરવાની એક તક સીબીડીટી દ્વારા આપવામાં આવી છે. રિટર્ન રદ થઈ જાય તો તે કરદાતાએ ભરવા પાત્ર કરવેરા પર પેનલ્ટી ભરવી પડે છે.

ઈ-વેરિફિકેશન

આટલા હજારની પેનલ્ટી

તદુપરાંત તેની સામે રિટર્ન ન ફાઈલ કરવાની જૂની વ્યવસ્થા હેઠળ રૂા.5000ની અને નવી વ્યવસ્થા હેટળ રૂા.10,000ની પેનલ્ટી લાગે છે. તેમ જ તેની  સામે કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે. આ તમામ જફામાંથી કરદાતાને મુક્તિ મળી જાય તે માટે આ તક આપવામાં આવી છે. હા, જે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું હશે તેમને જ આ તક આપવામાં આવી છે.

Read Also

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!