GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ટેલિવિઝન ક્વિન એકતા કપૂર સામે સુરત અને ઈન્દોરમાં નોંધાય ફરિયાદ, ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ

એક્તા

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર અને શોભા કપૂર સામે સુરતમાં પોલીસ પોલીસ કમિશનર કચેરીમાં અરજી થઈ છે. અજય ચંદ્રનાથ શર્મા નામના નાગરિકે આ અરજી કરી છે. જેમાં તેમણે વેબ સિરિઝ-1 અને ત્રિપલ એક્સ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને દેશવાસીઓની લાગણી દુભાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ફિલ્મમાં દેશની આર્મીનું મોરલ તૂટે તેવું ચિત્ર દર્શાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. અરજદારે એકતા કપૂર અને શોભા કપૂર સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા અરજી કરી.

આઇપીસીની કલમ 294 અને 298 હેઠળ એફઆઇઆર

ટેલિવિઝન ક્વિન એક્તા કપૂર સહિત ત્રણ લોકો પર અશ્લિલતા ફેલાવવા અને રાષ્ટ્રીય પ્રતિકોના અપમાનના આરોપમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. એકતા કપૂર પર આ એફઆઇઆર ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર એક વેબ સિરીઝના પ્રસારણને લઇને નોંધવામાં આવી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં અન્નપૂર્ણા પોલીસ મથકના ઇન્ચાર્જ સતીશકુમારે જણાવ્યું કે સ્થાનિકોની ફરિયાદના આધારે આઇપીસીની કલમ 294 અને 298 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.

ભારતીય સેનાના પોશાકને ખરાબ રીતે રજૂ કરતા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નનું અપમાન

એકતા કપૂર ઉપર આરોપ છે કે તેણે પોતાની વેબ સિરિઝ ટ્રિપલ એક્સના પાર્ટ-ટુમાં સમાજમાં અશ્લિલતા ફેલાવી છે. અને એક સમુદાય વિશેષની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. આ વેબ સીરિઝના એક દ્રશ્યમાં ભારતીય સેનાના પોશાકને ખરાબ રીતે રજૂ કરતા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નનું અપમાન કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

આને કહેવાય દાનવીર, કોરોના વેક્સિન માટે આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 3300 કરોડ રૂપિયા

Ankita Trada

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે આ રીતે પણ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા નોટિસ કે સમન્સ મોકલી શકાશે

Pravin Makwana

ચોમાસામાં વધી જાય છે ફ્લુનો ખતરો, આ પાંચ ચીજવસ્તુઓથી વધારો રોગપ્રતિકારક શક્તિ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!