અભ્યાસ દરમ્યાન પ્રેમ થતા પ્રેમલગ્ન કર્યા બાદ પતિના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ ઝડપાતા દહેજની માંગણી સાથે અવારનવાર ત્રાસ આપી શારીરિક ઈજા પહોંચાડનાર પતિ સામે પરણીતાએ ફરિયાદ નોંધાવી છે.
વાસણા ભાયલી રોડ ખાતે રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2008માં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ સમયે નિશાંત શાહ સાથે પ્રેમ સંબંધ થયો હતો. અને વર્ષ 2016 દરમિયાન અમે પ્રેમ લગ્ન કર્યા હતા. મોબાઈલ ફોન ચેક કરતા વર્ષ 2018 માં પતિ અન્ય યુવતી સાથે કચ્છ ફરવા ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે પતિને પૂછતા મારી સાથે ઝઘડો કર્યો હતો. દરમ્યાન રૂમનું બારણું જોરથી મારા મોઢાના ભાગે મારતા મને ઈજા પહોંચી હતી. ત્યારબાદ અવારનવાર ઘરકામ બાબતે ઝઘડા થતા છૂટાછેડાનું નક્કી કર્યું હતું અને વર્ષ 2022માં ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરી હતી. જેથી હુંએ કારના હપ્તા ભર્યા છે તે અને અન્ય ખર્ચના નાણા પરત માંગ્યા હતા. તેની સામે પતિએ કહ્યું હતું કે, તારે છૂટાછેડા લેવા હોય તો તને પાંચ લાખ રૂપિયા આપીશું.. સોનું આપીશું નહીં… અને તારે મકાનમાં ભાગ જોઈએ તો 50 લાખ આપવા પડશે તેમ કહી છુટાછેડા આપ્યા ન હતા. જેથી હું પિયરમાં રહું છું પરંતુ પતિ નિશાંત અવારનવાર પિયરમાં આવી મને અપશબ્દો બોલી માર મારી ઇજાઓ પહોંચાડે છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં