ગુજરાતમાંથી પરપ્રાંતિઓને ભગાડવાના કેસમાં મુઝફ્ફરપુરમાં સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મુઝફ્ફરપુરના એસડીજેએમને કોર્ટે બંનેની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર સ્થિત કાંટી પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાને કહ્યું છે કે રાજ્યમાં જ્યારે પરપ્રાંતિયો પર હુમલા થયા ત્યારે સરકારે તેમને રક્ષણ આપ્યું હતું અને હુમલાખોરો સામે પગલા ભર્યા હતા. જે પરપ્રાંતિયો રાજ્ય છોડી ગયા હતા તેમને રક્ષણ આપવાની કામગીરી શરૂ કરી હતી. સરકાર આ મામલે કાયદાકીય સલાહ લઈ આગળ વધશે.