GSTV
Home » News » અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

અભિનેત્રી સોની રાજદાન વિરુદ્ધ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ સોની રાજદાન દ્વારા અફઝલ ગુરૂના પક્ષમાં કથિત રીતે ટ્વીટ કરવા બાબતે નોંધાઈ છે. ફરિયાદમાં કહેવાયું છે કે, દેશવાસીઓને ભડકાવવા સહિત અનેક કલમ અંતર્ગત સોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.

સોની વિરુદ્ધ આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ રાજીવ શ્રીવાસ્તવે નોંધાવી છે. જણાવી દઈએ કે, સોની રાજદાન બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની મા અને મહેશ ભટ્ટની પત્નિ છે. તેમણે સોશિયલ મીડિયા પર પૂર્વ પોલીસ અધિકારી દેવિન્દર સિંહ અને અફઝલ ગુરૂ સાથે જોડાયેલા મામલા પર કથિત રીતે ટિપ્પણી કરી હતી. સોની રાજદાને ટ્વીટ કરી લખ્યું હતું કે, આ કાયદાની મજાક છે. કોણ તે મરેલા માણલને પાછો લાવશે. જેના વિશે જાણવા મળ્યું હતું કે, તે નિર્દોષ હતો. એટલા માટે ક્યારે પણ મોતની સજાને હળવાશમાં ન લેવી જોઈએ.એટલા માટે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને અફઝલ ગુરૂને બલીનો બકરો બનાવ્યો હતો.

રાજદાને એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે, કોઈ નથી કહેતું કે, તે નિર્દોષ હતો, તેને પ્રતાડના સહન કરવી પડી. શું આ મામલે યોગ્ય તપાસ ન થવી જોઈએ ? અફઝલ ગુરૂ તરફથી દેવેન્દિર સિંહ પર લગાવવામાં આવેલા આરોપો પર કોઈએ કેમ ગંભીરતાથી જવાબ ન આપ્યો ? જણાવી દઈએ કે, અફઝલ ગુરૂ સંસદ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. જેમાં અનેક સુરક્ષા કર્મી શહીદ થયા હતા.

READ ALSO

Related posts

બાહુબલીનો ભલ્લાલદેવ ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યો છે, કંઈક આવું છે તેની ફિલ્મનું પોસ્ટર

Pravin Makwana

ઘરમાં પત્ની,માતા,બહેન,બેટી અને ઘરની બહાર એક બિઝનેસ વુમન: ટ્રમ્પની છે આ ખાસમખાસ

Mansi Patel

દેશની આ સરકારી બેન્કે લીધો મોટો નિર્ણય, 1 માર્ચથી ATM માં નહી મળે 2 હજાર રૂપિયાની નોટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!