GSTV
Home » News » આણંદ લોકસભા સીટ પર મતદાનનાં આંકડા મામલે ગુંચવણ, ભરતસિંહ સોલંકીએ પંચમાં કરી ફરીયાદ

આણંદ લોકસભા સીટ પર મતદાનનાં આંકડા મામલે ગુંચવણ, ભરતસિંહ સોલંકીએ પંચમાં કરી ફરીયાદ

આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે. પરંતુ તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ મત ગણતરીમાં 1 લાખ 32 હજાર 122 મતનો તફાવત દેખાયાની ફરિયાદ કરી છે. આણંદની બેઠક પર 11 લાખ 5 હજાર 587 લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ મતદાન કરતા વધારે મત એટલે કે 12 લાખ 37 હજાર 790નો આંકડો ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે. બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર બાબતને ટેકનિકલી ખામીને કારણે આંકડામાં ગડબડ થઇ હોવાનું કબૂલ્યું છે, અને તે ભૂલ સુધારી લીધી હોવાનો દાવો કરાયો છે. ચૂંટણી પંચે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, ભાજપના ઉમેદવારને 6 લાખ 29 હજાર 543 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને  4 લાખ 31હજાર 895 મત મળ્યા હતા. ટેકનિકલી ભૂલ થઇ હોવા છતાં હાર-જીતના પરિણામ પર તેની કોઇ અસર થઇ નથી તેવું બચાવ અધિકારીએ કહ્યું હતુ.

આમ આટલી મોટી સંખ્યામાં મતદાનનો તફાવત હોય આણંદ બેઠકનું પરિણામ જાહેર નહી કરવા માંગણી કરી છે. આમ છતાં જો પરિણામ જાહેર કરવામાં આવશે તો તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર બાબતને ટેક્નિકલી ખામીને કારણે આંકડામાં ગડબડ થઇ હોવાનું કબૂલ્યું છે અને તે ભૂલ સુધારી લીધી હોવાનો દાવો કરાયો છે. તેમજ તેવી સ્પષ્ટતા પણ કરી છે કે, ભાજપના ઉમેદવારને 629543 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 431895 મત મળ્યા હતા. ટેક્નિકલી ભૂલ થઇ હોવા છતાં હાર-જીતના પરિણામ પર તેની કોઇ અસર થઇ નથી તેવો બચાવ અધિકારીઓ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

Mayur

દોઢ વર્ષથી ફરાર બિટકોઈન કેસના આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો

Mayur

શિવસેનાનો હુંકાર : 5 વર્ષ સુધી નહીં પણ 25 વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!