GSTV

અમદાવાદમાં દારૂબંધીના કારણે, રાત્રે વાહન ચેકિંગના બહાને નિર્દોષોને કરે છે પરેશાન

Last Updated on June 25, 2019 by

અમદાવાદમાં દારૃબંધી પોલીસ માટે તોડ કરવાનું સાધન બની ગયું છે. રાત્રે વાહન ચેકિંગના બહાને નિર્દોષ લોકોને દમ મારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને રૃપિયા પડાવવાનો પ્રયાસ કરતો હોય છે, પરંતુ કોઇ વ્યકિત પોલીસ સામે અવાજ ઉઠાવે તો પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવતો હોય છે, એરપોર્ટ વિસ્તારમાં ગઇકાલે રાત્રે યુવકને દારૃ પીધેલો હોવાનું કહીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો એટલું જ નહી કેસ કર્યો વિના માર મારીને છોડી મૂક્યો હતો.

જો કે યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. નોબલનગરમાં રહેતા અને ધોબી કામ કરતા નરેશભાઇ ગઇકાલે રાત્રે ઇસ્ત્રીના કપડાં આપીને બાઇક લઇને ઘરે જતા હતા આ સમયે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેશભાઇ અને દેવુંસિંહ નામના બે કોન્સ્ટેબલે પેટ્રોલીગ કરી રહ્યા હતા તેઓએ યુવકને રોકીને પૂછપરછ કરી હતી અને દારૃ પીને આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

યુવકે પોતે કપડાં આપીને આવતો હોવાનું રજુઆત કરવા છતાં તપાસના કામે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં લઇ ગયા બાદ બન્ને કોન્સ્ટેબલે ઢોર માર માર્યો હતો જો કે કોઇ વગદાર પોલીસનું દબાણ આવતા યુવક સામે કોઇપણ પ્રકારનો કેસ કર્યા વગર જ મોડી રાતે છોડી મૂક્યો હતો જો કે ઘેર ગયા બાદ યુવકને શરીરે દુઃખાવો થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેના કારણે પોલીસે દમન ગુજાર્યું હોવાનું બહાર આવ્યું હતું.

જેથી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બે કોન્સ્ટેબલ સામે માર મારવાનો તથા દમદગારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.સી. રાઠવાના જણાવ્યા મુજબ યુવકને પોલીસે રોકતા તે બાઇક પરથી કુદકો ભાગવા પ્રયાસ કર્યો હતો જેથી પોલીસને વહેમ જતાં તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવીને મારવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. પરંતુ કયા કારણોસર યુવકને માર્યો તે અંગે અધિકારીએ ભારે મૌન સેવ્યું હતું.

Read Also

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!