GSTV
Home » News » સુરેન્દ્રનગરના પાટડીમાં એક સગીરને માર મારવાની ઘટના આવી સામે, સ્વામી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ

સુરેન્દ્રનગરના પાટડીમાં એક સગીરને માર મારવાની ઘટના આવી સામે, સ્વામી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ

સુરેન્દ્રનગરના પાટડીમાં એક સગીરને ગડદાપાટુનો મારના બનાવમાં એક સ્વામી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને તે યુવકના મારનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. જેમાં વર્ણિન્દ્ર ધામના સ્વામી અને બે સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.

ગત રવિવારે ભોજવાથી કેટલાક મિત્રો વર્ણિન્દ્ર ધામ મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ મંદિર પાછળ આવેલા સ્વીમિંગ પુલમાં નહાવા ગયા હતા અને ત્યાં કોઈ છોકરી પર પાણીના છાંટા ઉડતા તેમણે સિક્યોરિટી ગાર્ડને ફરિયાદ કરી હતી. જે બાદ સિક્યોરિટી ગાર્ડ કોઈ પણ પ્રકારની પૂછપરછ વગર સગીર શખ્સને સ્ટોર રૂમમાં લઈ ગયો અને ત્યાં એક સ્વામી સહિત બે સિક્યોરિટી ગાર્ડે તેને ઢોર માર માર્યો હતો.જબરદસ્તીથી કાગળ પર સહી કરાવી દેવાનું કહેતા તેણે આનાકાની કરી હતી. જે બાદ તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તેણે સ્વામી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!