વડોદરામાં ધો.6 ગણીતનું પેપર લીક થયા બાદ શિક્ષક પર હુમલો, આ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

વડોદરામાં ધો.6ના ગણીત પેપરલીક કાંડના મામલે શિક્ષક માર્ગેશ સોલંકી પર હુમલો થયો છે. આ હુમલા બાદ પીડિત શિક્ષક માર્ગેશ સોલંકીએ શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યો સહિત 3 લોકો સામે ફરિયાદ કરી હતી. જેમાં શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ મુકેશ દિક્ષિતનો પણ સમાવેશ થાય છે. મુકેશ દિક્ષિત જેઓ ભાજપના પણ મીડિયા ઇનચાર્જ છે. અને તેઓએ પીડિત શિક્ષક માર્ગેશ સોલંકીને પેપર લીક મામલે કેમ મીડિયામાં નિવેદન આપ્યા તેમ કહીને ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે ધો.6ના ગણિતના પેપરલીક કાંડમાં જે વોટ્સઅપ ગ્રૂપમાં પેપર લીક થયું હતું. તે ગ્રૂપના એડમિન માર્ગેશ સોલંકી હતા. અને હવે તેમના પર હુમલો થતા આ સમગ્ર મામલો ગરમાઇ ગયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter