GSTV

ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે સામે ફરિયાદ, હોબાળાનું અા છે મોટું કારણ

Last Updated on October 26, 2018 by Karan

આબુરોડમાં કિંજલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 22 ઓક્ટોબરના રોજ ગરબાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કિંજલ દવે મુખ્ય ગાયિકા હતી. મોટી સંખ્યામાં માનવમહેરાણ કિંજલ દવેને સાંભળવા પહોંચ્યું હતું. ત્યારે આ દરમિયાન મંજૂરી વગર જ ગરબાનો કાર્યક્રમ લંબાવતા ફરિયાદ દાખલ કરાઇ હતી. મળતી માહિતી પ્રમાણે, આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 22 ઓક્ટોબરે ગરબાના પ્રોગ્રામ દરમિયાન મંજૂરી વગર જ કાર્યક્રમ લંબાવ્યો હતો. તો આ ગરબા કાર્યક્રમ દરમિયાન પાસ ધારક લોકોએ હોબાળો પણ કર્યો હતો. જેને લઈને કિંજલ દવે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે 22મી ઓક્ટોબરે આબુની એક ખાનગી રિસોર્ટ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં કિંજલ દવે ગરબા ગાવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક યુવાનો સ્ટેજ પર ચઢીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરતી તેમજ પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ થયો હતો . હવે અા કેસમાં કિંજલ દવે ભરાઈ છે. પોલીસે અા હોબાળા બાદ તેની સામે પણ અાચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનમાં ચૂંટણીઓના કારણે આચાર સહિતા લાગેલી હોવાના લીધે loudspeaker વગાડવા ઉપર દસ વાગ્યા પછી કોટ ના નિયમ મુજબ સરકારે રોક લગાવેલ છે. રોક હોવાના કારણે ઉલ્લંઘન ના થાય તે માટે તહેસીલદાર દ્વારા ગરબા આયોજકો ને દસ વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો. સમય વધારે થવાના લીધે પ્રશાસનને ગરબા પંડાલમાં પહોંચીને ગરબા બંધ કરાવ્યા હતા. તે દરમ્યાન હોબાળો થવાના લીધે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બોલાવી પડી હતી.

 

પોલીસે ગરબા શક્તિપૂર્વક બંધ કરવાની ફરજ પડી હતી. તે દરમિયાન કિંજલ દવેને પોલીસ સુરક્ષામાં ગરબા પંડાલથી બાર લઈ જવાઈ હતી. ખેલૈયાઓનુ કહેવું હતું કે, અમને સમયની જાણકારી આપવામાં આવી નથી અને આયોજકોએ પણ ગરબા મોડા શરૂ કર્યા હતા. પોતે કલાકાર હોવા છતાં સાત વાગ્યાના ટાઈમ હોવા છતાં નવ વાગે પહોંચી હતી. તેથી ખેલૈયાઓને પૂરો સમય ન મળ્યો હતો, એના કારણે ખેલૈયામાં નારાજગી જોવા મળી હતી. ભારે ભીડ હોવાના લીધે પબ્લિકને બહાર કાઢવા માટે પોલીસને શક્તિનો ઉપયોગ કરવો પડ્યો હતો. તે દરમિયાન આયોજકોને પણ ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા.

કિંજલ દવેનો જન્મ 1999માં થયો હતો. કિંજલ દવે ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણના નાનકડા એવા ગામ જસંગપરાના એક ગરીબ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી. તેણે 12 કોમર્સની પરિક્ષા 2017માં આપી હતી. કિંજલ દવેના પિતા હીરા ઘસવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા, સાથે તેમને ગીતો લખવાનો પણ શોખ હતો. પિતાના ગીતો લખવાના શોખને જોઈને જ 7 વર્ષની ઉંમરથી જ કિંજલ દવેને સંગીતનો રસ જાગ્યો હતો.

Related posts

સોશિયલ મીડિયા: પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે શિક્ષણમંત્રી, મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો, સાહેબે આખી પાઇપલાઇન બદલી નાખી

Pravin Makwana

કમનસીબી: 12 ચોપડી ભણેલા નેતાઓએ ગુજરાતની સત્તા સંભાળી, નવી સરકારમાં 11 મંત્રીઓ ભણવામાં ‘ઢ’

Pravin Makwana

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!