ચૂંટણી ટાણે જ અમદાવાદની વેજલપુર બેઠકના ભાજપ ઉમેદવાર અમિત ઠાકર સામે જમીન હેતુફેર કરી ખાનગી કોલેજ ઉભી કરવાની ફરિયાદ આવી છે. ઔડામાં અમિત ઠાકરની સંસ્થાના ટ્રસ્ટ સામે ફરિયાદ કરવામા આવી છે.

ઔડા તેમજ જીલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત વાલી મંડળ દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ ટાઉન પ્લાનિંગ હેઠળ વજેલપુરમાં ટી.પી.નં.ફા.પ્લોટ નં.૧૪૫માં ૧૮૭૮ ચો.મીટર જમીન શૈક્ષણિક હેતુ માટે સ્કૂલ બિલ્ડીંગ બનાવવા ૧ રૂપિયાના નજીવા પ્રીમિયમ દરે ૯૯ વર્ષના ભાડાપટ્ટે વર્ધમાન ચેરિટબેલ ટ્રસ્ટને ૨૦૦૭માં આપવામાં આવી હતી પણ આ જમીન ખાનગી કોલેજ ઉભી કરવામા આવી છે.
વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત ઠાકર ભાજપ સરકારમાં ઊંચી વગ ધરાવતા હોવાથી તેમજ વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર હોવાથી મહેસુલ એક્ટની કલમનો ભંગ કર્યો છે. શૈક્ષણિક સ્કૂલ જમીનના પ્રીમિયમ બાબતે ટોકન બાબતે લીઝ ડીડ બાબતે વારંવાર શરતભંગ કરાયો છે.
સ્કૂલ જમીન પર કોલેજ બનાવીને કરોડો રૂપિયાની ફીસ લઈ નફો વસૂલ કરેલ હોવાથી આઈટી-ઈડી દ્વારા તપાસ થવી જોઈએ અને કરોડો રૂપિયા વ્યાજ સાથે સરકારી તીજોરીમાં જમા થવા જોઈએ. અગાઉ ૨૦૦૭માં સપ્ટેમ્બરમાં ઔડા એસ્ટેટ વિભાગે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટને જમીન હુકમની શરત મુજબ બાકી રહેતી ૯૦ ટકા પ્રમાણેની ૮૪.૬૯ લાખથી વધુની રકમ જમા કરવા આખરી નોટિસ પણ આપવામા આવી હતી.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત