બેંક ઓફ બરોડા પર ગ્રાહકે આરબીઆઇમાં કરી ફરિયાદ

બેંક ઓફ બરોડા ગ્રાહકોના ખાતામાંથી કોઇના કોઇ બહાના હેઠળ પૈસા કાપી લેતા ખચકાતી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે ગ્રાહકોની જાણ બહાર જ આ રકમ કપાઇ રહી છે અને કેટલાક કિસ્સાઓમાં તો આરબીઆઇના નિયમ વિરૃધ્ધ ખાતામાંથી રકમ કાપવામાં આવી રહી છે જેનો એક કિસ્સો બેંક ઓફ બરોડાની ભૂતડીઝાંપા બ્રાંચમાં બહાર આવ્યો છે.

હસમુખભાઇ પાઠક નામના શિક્ષકે પોતાના ૧૬ વર્ષના પુત્ર ઓમ માટે બીઓબીની ભૂતડીઝાપા બ્રાચમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યુ છે. હસમુખભાઇ કહે છે કે ‘મારા પુત્રને નાનપણથી જ બચતની આદત કેળવાય તે માટે બે વર્ષ પહેલા મે એકાઉન્ટ ખોલાવ્યુ હતું. ઓમ ૧૬ વર્ષનો છે એટલે તે માઇનોરમાં આવે છે અને વર્ષમાં બે ત્રણ વખત બેંકમાં જઇને રૃ.૨૦૦-૩૦૦ની રકમ જમા કરાવે છે. સામાન્ય રીતે અમે તેના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ચેક કરતા ન હતા પરંતુ હમણા જ્યારે મે તેની પાસ બુક તપાસી તો મારા ધ્યાનમાં આવ્યુ કે બેંક તેના એકાઉન્ટમાંથી દર મહિને રૃ.૧૭.૭૦ કાપી રહી છે. મે બેંકમાં જઇને તપાસ કરી તો મને કહ્યું કે આ એસએમએસ એલર્ટ ચાર્જ છે’

‘મારો પુત્ર માઇનોર છે, તે મોબાઇલનો ઉપયોગ કરતો નથી અને અમે બેંક પાસે મોબાઇલ એસએમએસ એલર્ટની સુવિધા માગી નથી તેમ છતાં પણ બે વર્ષથી બેંક આ ચાર્જ વસુલી રહી છે. બે વર્ષ દરમિયાન બેંકે મારા પુત્રના એકાઉન્ટમાંથી રૃ.૫૦૦ જેટલી રકમ કાપી લીધી છે આ મામલે મે આરબીઆઇને ફરિયાદ પણ કરી છે’

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter