GSTV
Gujarat Government Advertisement

નાગરકિતા કાયદાના વિરોધમાં હંગામા બદલ 10 હજાર લોકો સામે ફરિયાદ, પોલીસ હવે નુકસાનના પૈસા વસૂલશે

Last Updated on December 21, 2019 by Mayur

નાગરિકતા સંશોધન કાયદાના વિરૂદ્ધ જોવા મળતા ઉગ્ર પ્રદર્શન બાદ ઉત્તરપ્રદેશ પોલીસ એકશનમાં આવી ગઈ છે. યુપીમાં અત્યાર સુધી લગભગ 10,000 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચડારા લોકો સામે યોગી સરકારે કાર્યવાહી શરૂ કરી છે. યુપી પોલીસે આવા લોકો વિરૂદ્ધ દંડ લગાવીને વસૂલી નોટિસ મોકલી છે.

દંડ નહીં ચુકવવા પર તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. તો લખનઉમાં હિંસા કરનારા પકડાયેલા લોકોમાં અડધો ડઝનથી વધુ લોક પશ્ચિમ બંગાળના માલદાના લોકો છે. પોલીસના જણાવ્યા મુજબ હિંસા કરનારા અનેક ઉપદ્રવીઓ લખનઉ છોડીને ભાગી ગયા છે. લખનઉમાં અત્યાર સુધીમાં 218 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 300થી વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

યુપી પોલીસે જૌનપુરમાં 14 લોકો વિરૂદ્ધ નામજોગ એફઆઈઆર દાખલ કરી છે. જ્યારે 125 જેટલાં અજ્ઞાત લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તો ભદોહીમાં 27 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે 200 અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. યુપી પોલીસે બહરાઈમાં 67 જેટલી નામજોગ તો 2,200 અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધી છે.

અહીં 38 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસે હોબાળા કરવાના આરોપમાં 3600 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પ્રદર્શનકારીઓને ઉશ્કેરવા બદલ અનેક સપા નેતાઓ વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં શુક્રવારે હોબાળા બાદ શનિવારે લખનઉ, બિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ, બહરાઈચ અને બુલંદશહરમાં ઈન્ટરનેટ બંધ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!