GSTV

ફેસ્ટીવ સીઝનમાં ગ્રાહકોને મોટી રાહત, દુકાનદાર કેરી બેગના પૈસા માગે તો અહીંયા કરો ફરીયાદ, તરત જ થશે કાર્યવાહી

દેશમાં ફેસ્ટીવ સીઝન સેલની શરૂઆત થઈ ગઈ છે. લોકડાઉન અને કોરોના મહામારીની વચ્ચે ફેસ્ટિવ સીઝન સેલને લઈને લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે. Amazon અને Flipcart જેવી ઈ કોમર્સ સાઈટે પણ ઓનલાઈન શોપિંગની શરૂઆત કરી દીધી છે. એવામાં આ કંપનીઓના તમામ ઓફર્સ અને ફાયદાઓની વચ્ચે યુઝર્સને સતર્ક રહેવાની પણ વિશેષ જરૂરિયાત છે. મોદી સરકારની નવી કંજ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019 ગ્રાહકોને ઘણી મજબૂતી પ્રદાન કરશે. જો તમે બજારમાં સમાન ખરીદતા સમયે કેરી બેગ ખરીદો છો અને તે માટે તમારે ચાર્જ આપવો પડે છે તો આ સમાચાર તમારા માટે છે.

કેરી બેગના પૈસા વસૂલવા પર લાગશે દંડ

અત્યારે હાલમાં કંજ્યૂમર ફોરમે બિગ બજાર પર ગ્રાહક પાસેથી કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ લગાવ્યો છે. ફોરમે બજારને 10 હજાર રૂપિયા કંજ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરવાની સાથે ફરીયાદકર્તાને 500 રૂપિયા કેસ ખર્ચ આપવાનો આદેશ કર્યો છે. સાથે જ ફરિયાદીને થતી માનસિક સમસ્યા માટે 1000 રૂપિયા અને કેરી બેગ માટે વસૂલવામાં આવેલ 18 રૂપિયા પણ પરત કરવા માટે કહ્યુ છે.

નવા કંજ્યૂમર પ્રોટેક્શન એક્ટમાં છે આ જોગવાઈ

મોદી સરકારે દેશના યુઝર્સને આજથી ઘણા અધિકાર આપી દીધા છે. આખા દેશમાં યુઝર્સ સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ છે. આ કાયદામાં દુકાનદાર પર લગામ કસવામાં આવી છે. નવા કાયદા પ્રમાણે જો દુકાનદાર કેરી બેગનો ચાર્જ વસુલે છે અને યુઝર્સ જો પોતાની ફરીયાદ દાખલ કરે છે તો તેના પર કાર્યવાગી થશે. કેરી બેગ માટે વધારે પૈસા લેવા નવા કાયદામાં દંડનીય થઈ ગયુ છે.

દુકાનદારની અહીંય કરી શકો છો ફરીયાદ

જણાવી દઈએ કે, હવે કોઈપણ ગ્રાહક સામાન ખરીદ્યા બાદ કેરી બેગની ડિમાન્ડ કરે છે તો તે માટે પૈસા આપવા પડશે નહી. બીજી વાત એ છે કે, જો તે ગ્રાહક સામાન હાથમાં લઈ જવામાં સક્ષમ નથી તો દુકાનદારને કેરી બેદ આપવી જ પડશે. તેને લઈને દેશના ઘણા યુઝર્સ ફોરમમાં ફરીયાદો આવી રહી છે. ત્યારબાદ યુઝર્સ ફોરમને કેરી બેગ માટે પૈસા લેવા પર સ્ટોર અથવા દુકાનદાર પર દંડ લગાવવા શરૂ કર્યુ હતુ. હવે નવા કાયદામાં તેને લઈને સખત જોગવાઈ કરવામાં આવી છે.

અવેજીમાં દંડની પણ જોગવાઈ

કેરી બેગના નામથી 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા વસૂલવામાં આવે છે તો તેની અવેજીમાં દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે જ નવા કાયદામાં બીજા ઘણી બધી ખાસ વાતો છે. જેમ જ હવે ગ્રાહકોને પણ દેશની કોઈપણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધવાનો અધિકાર હશે. અગાઉના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 માં આવી જોગવાઈ ન હતી.


READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari

અમદાવાદ/ ડે મ્યુનિસિપલ કમિશનરને થયો ફરી કોરોના, થયા હોમ આઈસોલેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!