GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ઓનલાઇન ફૂડ એગ્રીગેટર્સના પોલિસીમાં બદલાવ , તમામ કંપનીને DPIETનું આવ્યું તેડૂં

ઓનલાઇન ફૂડ એગ્રીગેટર્સના પોલિસી મેનુમાં નવી એન્ટ્રી થઈ છે. તેમા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIET)એ સ્વિગ્ગી, ઝોમાટો, ફૂડ પાંડા અનેઉબેર ઇટ્સીને ગુરુવારે બેઠક યોજવા સમન્સ પાઠવ્યા છે.  રેસ્ટોરાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે ફૂડ એગ્રીગેટરો જંગી ડિસ્કાઉન્ટિંગ આપે છે અને પ્રીડેટરિ પ્રાઇસિંગ લે છે. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે સ્થાનિક કિરાણા અને નાના દુકાનદારોને અસર કરી રહેલી વૈશ્વિક ઇકોમર્સ કંપનીઓની વાત કહી હતી, જે પ્રીડેટરી પ્રાઇસિંગ દ્વારા તેમને અસર પહોંચાડે છે.

તેમણે કહ્યું હતું કે સરકાર નાના રિટેલરો અને કિરાણાની દુકાનોનો ખતમ નહી થવા દે. તે નાના કારોબારીઓ, રિટેલરો અને ઇકોમર્સ કંપનીઓના હિતો વચ્ચેના સંતુલનનો પ્રયાસ કરશે. અધિકારીએ આ અંગેની વિગતો અંગે જણાવ્યું હતું કે રેસ્ટોરાના મુદ્દાઓ ઉકેલવા બેઠક બોલાવવામાં આવી હતી. તેઓને બ્રિક-એન્ડ-મોર્ટાર રિટેલરોને ઇકોમર્સ પ્લેટફોર્મ સામે હતો તેવો જ પ્રોબ્લેમ છે.

ગુરુવારની બેઠકમાં જોઈએ તો વિવિધ રેસ્ટોરા એસોસિયેશનોમાં ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરા એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ રેસ્ટોરા એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ હાજર રહેશે. બીજા અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ ઇચ્છે છે કે બંને પક્ષકારો રેસ્ટોરા અને ઓનલાઇન કંપનીઓ એકબીજાના હિતોના પારસ્પરિક ક્ષેત્રો અંગે ચર્ચા કરે અને ઉદ્યોગની વૃદ્ધિ માટે પોષણક્ષમ ઉકેલ શોધે. આ બેઠકમાં ડીપીઆઇઆઇટીના સચિવ રમેશ અભિષક મુખ્ય ચેર હશે. આ બેઠકમાં ફૂડ સર્વિસ ઉદ્યોગના ચાવીરૂપ હોદ્દેદારો હાજરી આપશે.

READ ALSO

Related posts

જો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો ગભરાશો નહીં, તુરંત કરો આ કામ

Mansi Patel

PM Kisan Samman Nidhi Yojana 2020: આવા લાભાર્થીઓના ખાતામાં આવેલા પૈસા સરકાર લેઈ લેશે પાછા, આ છે કારણ

Arohi

સરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ જશે રૂપિયા, 14 જુલાઈથી પૈસા રોકવાનો છે મોકો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!