મેસેજિંગ એપ વોટ્સઅપ દ્વારા હાલમાં જ યુઝર્સ માટે પેમેન્ટનું ઓપ્શન લોન્ચ કર્યું છે. WhatsAppનું નવું ફીચર WhatsApp Pay ડીજીટલ પેમેન્ટનું ફીચર છે.જે UPI પર આધારિત છે.
Whatsappના નવા વર્ઝનમાં આ ફીચર દ્વારા તમારા કોન્ટેક્ટસના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ જશે. પરંતુ હાલમાં તો આ ફીચર ટેસ્ટીંગ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે. પરંતુ વોટ્સઅપના નવા ફીચરની સાથોસાથ એક નવો વિકલ્પ પણ જોડાયો છે. જે વિકલ્પ છે QR કોડનો. QR કોડના ઓપ્શનથી તમે QR કોડ સ્કેન કરીને પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકશો.
વોટ્સઆપે પેટીએમ પહેલા જ ડીજીટલ વોલેટ સર્વિસ ઊંચ કરતા બન્ને વચ્ચે જોરદાર ટક્કર થવાની શક્યતા છે. કારણકે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું ફીચર પેટીએમ પહેલાથી જ આપી રહ્યું છે.
QR કોડના વિકલ્પનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડના વ્હોટ્સએપમાં જઈને સેટિંગ્સ પર ટેપ કરવાનું રહેશે. અહીં પેમેન્ટ ઓપ્શન મળસે ત્યાર બાદ તમે સ્કેન ક્યૂર આરકોડ પર ટેપ કરી શકો છો. અહીંથી સીધા જ ક્યૂરઆર કોડ સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે પિન વેરિફિકેશન પણ કરવાનું રહેશે.
પેટીએમના સ્થાપક પહેલા જ જણાવ્યું હતું કે,વ્હોટ્સએપ પેમેન્ટ સિક્યોર નથી, કારણ કે તેને લોગઈન કરવા માટે પાસવર્ડની જરૂરત નથી હોતી.