સિદ્ધુ, કમલ હાસન અને નસીરુદ્દીન શાહની સરખામણી તો ગજવા એ હિંદ સાથે થાય છે

પુલાવામા હુમલા બાદ વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવેલા કમલ હાસન અને નવજોતસિંહ સિદ્ધુ પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે નિશાન સાધ્યું. ગિરિરાજસિંહે અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસન, કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ અને નસીરુદ્દીન શાહની તુલના ગજવા એ હિંદના લશ્કર સાથે કરી.

ગિરિરાજસિંહે કહ્યું કે, ગજવાએ હિંદનો મતલબ ઈસ્લામિકરણ થાય છે. જેને પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધારે ગતી મળી છે. આપણા દેશમાં નસીરુદ્દીન શાહ અને કમલ હાસન જેવા લોકો પાકિસ્તાનના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે. જેથી તેઓ ગજવા એ હિંદની વાતો કરે છે. મહત્વપૂર્ણ છે કે, નવજોતસિંહ સિદ્ધુ અને કમલ હાસને પુલલામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિવાદિત નિવેદન આપ્યા હતા. જેથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter