GSTV

અંતિમ સફર / હવે મ્યુઝિયમમાં નહીં ફેરવાય INS વિરાટ, કંપનીને હજુ સુધી નથી મળી NOC

સેવામાંથી નિવૃત થઈ ચુકેલા યુદ્ધ જહાજ INS Viratનું સંગ્રહાલય બનાવવાની આશા ક્ષીણ થવા લાગી છે કારણ કે, તેને તોડવા માટે ખરીદનારી કંપનીને આખરે ત્રણ સપ્તાહ સુધી પ્રતિક્ષા કર્યાં બાદ યુદ્ધ જહાજને ગુજરાતના અલંગ સ્થિત પોતાના સ્ક્રેપ યાર્ડ તરફ લાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મુંબઈની ખાનગી કંપની ઈનવીટેક મરીન કન્સ્લટેન્ટ્સ પ્રાઈવેટ લીમિટેડે પાછલા મહિને વિરાટને સંગ્રહાલયમાં બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પરંતુ રક્ષા મંત્રાલય તરફથી આ સંબંધમાં હજુ સુધી તેને નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ મળ્યું નથી.

આ યુદ્ધ જહાજને 1987 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે 2017 સુધી સેવામાં રહ્યું છે. આ વર્ષે જુલાઇમાં આ જહાજ તોડવા માટે જવાબદાર અલંગની માલિકીની કંપની શ્રીરામ ગ્રુપે તેને 38.54 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. કંપનીના પ્રમુખ મુકેશ પટેલે શનિવારે પીટીઆઈને કહ્યું, અમે વિરાટને આપણા યાર્ડ તરફ લઈ જવાનું શરૂ કરી દીધું છે. તે સમુદ્રમાં 3,000 ફૂટ દુર હતું. જેને હવે નજીક લાવવામાં આવી રહ્યું છે. તે હજી પણ 1,500 ફુટ દૂર છે.

તેમણે જણાવ્યું હતું કે તેને નજીકમાં ખેંચવાનું કામ આગામી ઉંચી ભરતી દરમિયાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કંપની જેણે તેને ખરીદવાની અને તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેને સંરક્ષણ મંત્રાલયની હજી સુધી એનઓસી નથી મળી અને તેઓ હજી પણ તેના પર કામ કરી રહ્યા છે. પટેલે કહ્યું, કંપનીએ અમને પૂછ્યું કે શું આ જહાજને નુકસાનથી બચાવી શકાય છે, તો અમે જવાબ આપ્યો કે નવીનતમ તકનીકથી તે શક્ય છે પરંતુ તે મુશ્કેલ કાર્ય છે અને ખર્ચાળ પણ છે.

આ સંદર્ભે ઇન્વિટેક મરીનના મેનેજિંગ ડિરેક્ટર વી કે શર્માની ટિપ્પણી આવી નથી. વિરાટ વિશ્વનું સૌથી લાંબી સેવા આપતું વહાણ છે અને તેનો નાશ થનાર ભારતમાં આવું બીજું વહાણ છે. આ પહેલા 2014 માં વિક્રાંત મુંબઈમાં તોડવામાં આવ્યું હતું. આ જહાજ અગાઉ યુકે નેવીમાં નવેમ્બર 1959થી એપ્રિલ 1984 દરમિયાન સેવામાં હતું. પછી તેનું 1987માં સમારકામ કરીને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!