GSTV
Gujarat Government Advertisement

ખુશખબરી! શું તમે પણ iPhone પર યૂટ્યૂબનો વપરાશ કરી રહ્યા છો? કંપનીએ લોન્ચ કર્યું નવી ફીચર

Last Updated on February 14, 2021 by Ankita Trada

Google એ પોતાના iOS YouTube એપ એક બગને ફિક્સ કર્યા છે. માહિતી પ્રમાણે ડિસેમ્બર બાદ કંપનીએ પ્રથમ વખત આટલી મોટી અપડેટ આપી છે. જોકે, આ પ્રકારની અટકળો છે કે, Google એટલા માટે iOS યૂઝર્સને અપડેટ આપી રહ્યા નથી. કારણ કે, કંપની એપલના નવા પ્રાઈવેસી નિયમના પેંચમાં ફંસાયેલી હતી. જોકે, ગૂગલે આ બધી વાતથી મનાઈ કરી છે.

ખાનગી જાણકારી પહેલા જ જોડી દીધી

આવશ્યકતા અમલી બન્યા બાદ Googleની મોટાભાગની એપ્લિકેશન હજી સુધી અપડેટ કરવામાં આવી નથી, પછી ભલે Google એ જાન્યુઆરીની શરૂઆતમાં કહ્યું હતુ કે, તે આગામી અઠવાડિયે અથવા તેની અંદર પોતાની એપ્સ માટે પ્રાઈવેસી ડેટા જોડી દેશે. Google એ વાસ્તવમાં આજની અપડેટ પહેલા YouTube એપ માટે ખાનગી જાણકારી પહેલા જ જોડી દીધી હતી. જેમ કે, આ મહીનાની શરૂઆતમાં એપલ ટર્મિનલે પોતાની રીપોર્ટમાં કહ્યું હતું.

યૂઝર્સને મળવા જઈ રહ્યું છે પીઆઈપી મોડ

જો તમે આઈફોનનો વપરાશ કરો છો તો, હવે તમે પોતાની યૂટ્યૂબ સ્ક્રીન પર ક્યાંય પણ ચલાવી શકો છો અને એપને બંધ કર્યા બાદ પોતાનો વીડિયો બંધ થવાની જગ્યાએ સ્ક્રીન પર કોઈપણ એક ખૂણામાં ચાલવા લાગશે. આ પહેલા યૂઝર્સની પાસે આ ફીચર હતું નહી, પરંતુ હવે નવી અપડેટમાં આ ફીચરને પણ જોડવામાં આવશે.

એપ સ્ટોર પર ગૂગલે અત્યાર સુધી નથી આપી પ્રાઈવેસીની જાણકારી

Google, Google Chrome, Gmail, Google મેપ્સ અને Google મીટ જેવી ઘણી અન્ય પ્રમુખ એપ અત્યારે પણ અપડેટ કરવામાં આવ્યા નથી અને એપ સ્ટોર લિસ્ટિંગ પર ખાનગી જાણકારી પ્રદર્શિત નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં, Gmail iOS એપમાં એક નવુ એકાઉન્ટ જોડવાની કોશિશ કરતા સમયે ‘આઉટ ઓફ ડેટ’ ચેતવણી પણ પ્રદર્શિત કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, એપનું કોઈ નવું સંસ્કરણ ઉપલબ્ધ નથી અને 1 ડિસેમ્બરથી જીમેલ iOS એપમાં કોઈ અપડેટ થઈ નથી.

જણાવી દઈએ કે, એપલે પોતાની વર્લ્ડ વાઈડ ડેવેલપર કૉન્ફ્રેંસ દરમિયાન એપ સ્ટોરમાં પ્રાઈવેસી ન્યૂટ્રિશન લેવલ લાવવાની જાહેરાત કરી હતી. ખરેખર જે હેઠળ એપલ એપ સ્ટોરમાં જેટલી પણ એપ છે, તેમને પ્રાઈવેસીના કારણે એક લેબલ આપવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!