GSTV
Home » News » ફેસબુક પર કરશો લાઈક તો મર્યા સમજો, લાગશે તમારા પર આ આરોપ

ફેસબુક પર કરશો લાઈક તો મર્યા સમજો, લાગશે તમારા પર આ આરોપ

હવેથી જે કંપનીઓ તેમની વેબસાઇટમાં ફેસબુકના લાઇક બટનનો ઉપયોગ કરે છે તેઓ પણ યુઝર્સની ડેટા ચોરી બદલ જવાબદાર રહેશે. યુરોપિયન યુનિયનની સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તેવી કંપનીઓ માટે આપ્યો છે કે જેણે પોતાની વેબસાઈટમાં ફેસબુકનું લાઈક બટન એમ્બેડ કર્યું છે. આ બટન પર ક્લિક કરીને યુઝર્સ સીધા ફેસબુક પર કોઈ આર્ટિકલને લાઈક કરી શકે છે.

તપાસમાં સામે આવી હકીકત કોર્ટે કહ્યું હતું કે જે જે કંપનીઓએ પોતાની વેબસાઈટમાં ફેસબુકનું લાઈક બટન એડ કર્યું છે તે તમામને ડેટાચોરીના મામલે ફેસબુકના સમાન જ દોષી માનવામાં આવશે,. તેઓએ ડેટાને ફેસબુક પાસેથી ટ્રાન્સફર કરતાં અગાઉ યુઝર્સની મંજૂરી લેવી જરૂરી છે.

એક કન્ઝ્યુમર દ્વારા જર્મનીની એક ઓનલાઇન ફેશન કંપની પર ખાનગી ડેટા સાથે છેડછાડ કરવાનો આરોપ નોંધાવ્યા બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. તપાસમાં માહિતી મળી હતી કે યુઝર્સે પ્લગ ઈનનો ઉપયોગ કર્યો હોય કે ના કર્યો હોય તેમાંથી ઓટોમેટિકલી ડેટા ફેસબુકને ટ્રાન્સફર થઇ જાય છે. વેબસાઇટ્સ જ ફેસબુકને આપે છે માહિતી આ સાઇટ્સ લાઈક બટનના માધ્યમથી યુઝર્સની ખાનગી માહિતી ફેસબુકને પહોંચાડે છે, જેનાથી યુઝર્સ અજાણ હોય છે.

આ કારણે હવે ડેટા ચોરીમાં કંપનીઓને પણ જવાબદાર માનવામાં આવશે। જો કે કોર્ટે કહ્યું હતું કે ફેસબુક આ ડેટાનું શું કરે છે તેના માટે કંપનીઓ જવાબદાર નહીં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુક જ નહીં પણ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના બટન અને વિજેટ્સને વેબસાઈટ એમ્બેડ કરે છે. કોર્ટનો આ નિર્ણય તમે સોશિયલ મીડિયા સાઇટ્સ પર લાગુ પડશે.

Read Also

Related posts

35.52 કરોડ ગ્રાહકોને લાગશે ઝટકો, હવે Jioએ પણ લીધો આ નિર્ણય

Bansari

jioની સસ્તી મોબાઈલ સેવાનો લાભ હવે નહીં લઈ શકો, જુઓ નવા નિયમો

Dharika Jansari

બે મહિનામાં એરટેલ- વોડાફોન-આઈડિયાએ ગુમાવ્યા 48 લાખ ગ્રાહક, જીયો સાથે 70 લાખ લોકો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!