GSTV

ખાનગી ટ્રેન ચલાવવા માટે રેલવે કર્મચારીઓને કંપનીઓ આપી રહી છે અધધ… બે કરોડના પગારની ઓફર, જાણો શું છે આખો મુદ્દો

રેલવેમાં શું રાખ્યું છે છોડો નોકરી, અમારી પ્રાઈવેટ ટ્રેન ચલાવો, પાંચ વર્ષમાં બે કરોડનો પગાર આપશે. એટલું જ નહીં 65 વર્ષ સુધીની નોકરી પાકી રહેશે. આ દરમયાન તમને રેલને સારી સુવિધા પણ આપવામાં આવશે. આ ઓફર એક પ્રાઈવેટ રેલ કંપનીની છે. કંપનીના અધિકારી એક મહિનાની અંદર પૂર્વોત્તર રેલવેના ડઝન લોકો પાયલોટ અને ગાર્ડોને નોકરી માટે ઓફર આપી રહી છે. અત્યારસુધીમાં જે લોકોને પણ આ ઓફર મળી છે તે અનુભવી અને વરિષ્ઠ કર્મચારી છે. સાથે જ જેનું કેરિયર બેદાગ છે. એવી જ ઓફર મેળવનારા લોકો પાયલટ જણાવી રહ્યાં છે કે, તેની નોકરીના બે વર્ષ બાકી રહ્યાં છે. તેને કંપનીના અધિકારીઓએ કહ્યું કે, 60 વર્ષમાં રિટાયર થવાની રાહ જોવાની જગ્યાએ વીઆરએસ લઈને અમારી ઓફરનો સ્વીકાર કરી શકો છો. બીજા રસ્તા પણ બતાવવામાં આવ્યો છે કે, અમારી ઓફરનો સ્વિકાર કરી લો અને રેલની નોકરી કરતા રહો. જ્યારે અમને જરૂરત હશે ત્યારે અમે તમને બે માસનો સમય આપીશું. બે માસમાં રેલમાંથી વીઆરએસ ળઈને કંપની સાથે જોડાઈ શકો છો.

શું છે કારણ

જો કે, રેલ મંત્રાલયે 100 રૂટો ઉપર 150 પ્રાઈવેટ ટ્રેન ચલાવવા માટે ટેંડર જાહેર કરી દીધા છે. તે માટે કંપનીઓએ તૈયારી કરી લીધી છે. પરંતુ કંપનીઓની સામે મોટી સમસ્યા હાઈસ્પીડ ટ્રેનનું પરિચાલનને લઈને છે. કંપનીઓ સુપરફાસ્ટ ટ્રેનો ચલાવવા માટે અનુભવી અને વરિષ્ઠ ચાલકો અને ગાર્ડોની જરૂરત રહેશે. જો કે, કંપનીઓ હજુ સિસ્ટમ બનાવી શકી નથી જેના કારણે તે રેલવેના વરિષ્ઠ રનિંગ સ્ટાફને આકર્ષક પેકેજની ઓફર કરી રહ્યાં છે.

મેલ-એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટે 20 વર્ષનો અનુભવ

રેલવેના નિયમો પ્રમાણે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી થયા બાદ 20 વર્ષના કાર્યના અનુભવ બાદ જ મેલ એક્સપ્રેસ ટ્રેન ચલાવી શકે છે. આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે એક નિશ્ચિત સમય બાદ સિનીયર આસિસ્ટન્ટ લોકો પાયલટ, તે બાદ લોકો પાયલટ ગુડ્સ, પછી લોકો પાયલટ પેસેન્જર અને તે બાદ લોકો પાયલટ મેલ એક્સપ્રેસનું કામ મળે છે. પ્રાઈવેટ ટ્રેનોમાં પણ સુરક્ષા અને સંરક્ષાના નિયમોને પુર્ણ કરવા પડશે.

સીનિયર લોકો પાયલટનો પગાર સવાથી ડોઢ લાખ રૂપિયા

વરિષ્ઠ લોકો પાયલટનો પગાર આ સમયે આશરે ડોઢ લાખ રૂપિયા છે. 58વર્ષની ઉંમરમાં જો લોકો પાયલટ વીઆરએસ લે છે તો તેને 50થી 60 હજાર રૂપિયાની વચ્ચે પેન્શન મળશે. સાથે જ પાસની સુવિધા પણ રેલવે તરફથી મળે છે. તેવામાં પ્રાઈવેટ કંપની જોઈન કરીને તેમાં ત્રણથઈ સાડા ત્રણ લાખ રૂપિયા વેતન મળશે.

આ માટે શરૂ કર્યું ઓફર આપવાનું

કંપનીઓએ સૌથી પહેલા સેવાનિવૃત લોકો પાયલટ અને ગાર્ડોની ભરતીની યોજના બનાવી હતી. સ્ક્રનિંગ દરમયાન ઈચ્છુક કર્મચારીઓની ઉંમર 65 વર્ષની ઉપર હતી. આવા કર્મચારીઓ રેલવેના નિયમો ઉપર યોગ્ય નથી ઉતરતા, તે માટે હવે કંપનીઓ બેથી ત્રણ વર્ષમાં રિટાયર થનારા અનુભવી ચાલકોની ભરતી કરવાની તૈયારી લાગી ગઈ છે. શીતલ પ્રસાદ, સચીવ, ઓલ ઈન્ડિયા ગાર્ડ કાઉન્સિલ જણાવી રહ્યાં છે કે, અમારા ત્રણે મંડળોના એક ડઝનથી વધારે ગાર્ડોની પાસે કંપનીઓનો ફોન આવ્યો હતો. જેની પાસે ફોન આવ્યો તે તમામ 56થી 58 વર્ષની વચ્ચેના હતા. તમામમને કંપની બમણા પગારની ઓફર આપી રહી છે. એકે સિંહ, કેન્દ્રીય સંરક્ષક ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસો.એ જણાવ્યું કે કેટલાક વરિષ્ઠ ચાલકોની પાસે કંપનીઓએ ઓફર આપી છે. કેટલાકે મારી પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મેં કહ્યું કે આ સારો અવસર છે. રેલવે આમ પણ તમામને ઉંમર પહેલા રિટાયર્ડ કરી રહી છે.

રેલવેમાં કોનો કેટલો પગાર

નિયુક્તિના સમયમાં સહાયક લોકો પાયલટ – ગ્રેડ પે 1900

સરેરાશ પગાર 32000થી 35000

સીનિયર આસીસ્ટન્ટ લોકો પાયલટ – ગ્રેડ પે 2400

સરેરાશ પગાર 80,000 થી 1,00,000 રૂપિયા

લોકો પાયલટ મેલ એક્સપ્રેસ સુધી પહોંચવા ઉપર ગ્રેડ પે – 4200

સરેરાશ પગાર – 1,20,000થી 1,50,000

આસી. લોકો પાયલટનું કેરિયર

આસી. લોકો પાયલટ પદ ઉપર ભરતી થયા બાદ લોકો પાયલટ એક્સપ્રેસ કે ચીફ લોકો ઈન્સપેક્ટર સુધી પ્રમોશન મળે છે.

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!