GSTV

કંપનીઓની FD આપી રહી છે 10 ટકા સુધીનું વ્યાજ, તો શું તેમાં રોકાણ કરવું જોઈએ?

બેન્કોએ તેમના એફડી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવાથી ફિક્સ્ડ ઈનકમનાં સાધનોમાં રોકાણ કરવાની ચિંતા વધી છે. એવા સમયે કે જ્યારે લોકો આર્થિક અનિશ્ચિતતાઓને કારણે બેંકોમાં તેમના નાણાં સુરક્ષિત રાખે છે, ત્યારે વ્યાજના દરમાં ઘટાડો તેમને મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો માટે, જેઓ મોટાભાગના પૈસા બેંક એફડીમાં રાખે છે.

કેટલીક કંપનીઓ આપી રહી છે 10 ટકા સુધીનું વળતર

દરમિયાન કેટલીક કંપનીઓએ એફડી પર દસ ટકા સુધીનું વળતર જાહેર કર્યું છે. એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 7 થી 9.5 ટકાનું વ્યાજ જાહેર કર્યું છે. એક અથવા બે કંપનીઓ માટે એફડી પર દસ ટકા સુધીના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી છે આવી સ્થિતિમાં થાપણદારો આ કંપનીઓની એફડી તરફ આકર્ષિત થશે. પરંતુ ઉંચા વ્યાજ દરને જોઈને તેમાં પૈસા મૂકવાનું ઠીક છે?

ક્રેડિટ રેટિંગના આધારે રોકાણ કરો

નિષ્ણાંતો માને છે કે આવી એફડીમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. ઉંચા વ્યાજ દરવાળી આવી થાપણ યોજના રોકાણ માટે જોખમ બની શકે છે. તેથી, કોર્પોરેટ એફડીના કિસ્સામાં, હંમેશાં રેટિંગ્સ પર ભાર મૂકવામાં આવે છે. જો તમે પણ રોકાણ કરી રહ્યા છો, તો વધારે ન કરો. ઉંચી ક્રેડિટ એફડીમાં ઓછું જોખમ હોય છે. AAA રેટેડ યોજનાનો અર્થ એ છે કે તેમાં ડિફોલ્ટ થવાનું જોખમ નજીવું અથવા ખૂબ ઓછું છે. રેટિંગ્સ ઘટવાની સાથે જોખમ વધે છે. રોકાણ કરતા પહેલા, કંપનીએ પ્રિ-ક્લોઝર વિકલ્પ, પેનલ્ટી, બોન્ડ, વગેરે જારી કરતી કંપનીના ટ્રેક રેકોર્ડની તપાસ કરવી જરૂરી છે.

READ ALSO

Related posts

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah

Navratri 2020: નવરાત્રીમાં જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો કરો આ ઉપાય, નહીં રહે તમારી ઉપાસના અધૂરી

Bansari

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!