GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દેશમાં કોરોનાવાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના જોખમકારક તબક્કામાં પ્રવેશી ગયો, મોદી સરકારને અપાઈ આ ચેતવણી

કોરોના

એમ્સના ડૉક્ટરો અને આઈસીએમઆરના સંશોધન જૂથના બે સભ્યો સહિત આરોગ્ય નિષ્ણાતોના એક જૂથનું કહેવું છે કે, દેશની ગીચ અને મધ્યમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોરોનાવાયરસના સામુદાયિક પ્રસાર એટલ કે કમ્યુનિટી ટ્રાન્સમિશનની પુષ્ટિ થઈ ગઈ છે. કોરોનાવાયરસના પ્રસારનો આ ત્રીજો અને ખતરનાક તબક્કો છે, જેમાં સંક્રમણ ક્યાંથી થઈ રહ્યું છે એની ખબર જ પડતી નથી. બીજી તરફ સરકાર વારંવાર દાવો કરી રહી છે કે, દેશમાં કોરોનાવાયરસ ઇન્ફેક્શનનું સંક્રમણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે પહોંચ્યું નથી. દેશમાં સોમવાર સુધી કોરોનાવાયરસને કારણે મૃત્યુઆંક વધીને 5,394એ પહોંચી ગયો હતો અને કેસની કુલ સંખ્યા 1,90,535 થઈ ગઈ હતી.

કોરોના

રિપોર્ટમાં ખતરનાક ચેતવણી

ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને ઇન્ડિયન એપિડેમોલોજિકલ એસોસિએશનના નિષ્ણાતોએ એક સંકલિત રિપોર્ટ પ્રધાનમંત્રી મોદીને સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં ખતરનાક ચેતવણી આપવામાં આવી છે કે, દેશના ગીચ અને મધ્યમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોરોનાવાયરસનાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની પુષ્ટિ થઈ ગઈ છે અને આ સ્તરે કોવિડ-19નાં ઇન્ફેક્શનને નાબૂદ કરવું શક્ય હોય એવું લાગતું નથી. આ રિપોર્ટ મુજબ, રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ઇન્ફેક્શનના પ્રસારને અટકાવવા અને નિયંત્રણને અસરકારક બનાવવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. પણ ચોથા લોકડાઉનમાં અર્થતંત્રને પાટે ચઢાવવા માટે આપેલી છૂટછાટોને કારણે આ વાયરસનો પ્રસાર વધી ગયો છે.

કોરોનાના તબક્કા

સરકારનું માનવું છે કે, ભારતમાં હજુ કોરોનાવાયરસ બીજા તબક્કામાં છે. જોકે કેટલાંક આરોગ્ય નિષ્ણાતોએ ત્રીજા તબક્કાની શરૂઆતની પુષ્ટિ કરી દીધી છે. હકીકતમાં કોરોનાના ચાર તબક્કા છે, જે નીચે મુજબ છેઃ

  • પ્રથમ તબક્કો– આ તબક્કામાં સંક્રમણ એ જ લોકોમાં જોવા મળે છે, જે વાયરસથી પ્રભાવિત દેશમાંથી આવે છે. સંક્રમણ અટકાવવાનો આ સૌથી સારો સમય હોય છે.
  • બીજો તબક્કો– આ તબક્કાને લોકલ ટ્રાન્સમિશનનો તબક્કો કહેવાય છે. એમાં વિદેશમાંથી પરત ફરેલી વ્યક્તિના સગાસંબંધીઓ સંક્રમિત થાય છે. આ તબક્કામાં જાણ હોય છે કે, વાયરસ ક્યાં ફેલાઈ રહ્યો છે એટલે એના પ્રસારને અટકાવવાનું સરળ હોય છે.
  • ત્રીજો તબક્કો– આ તબક્કાને કમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો કહેવાય છે, જેમાં વિદેશ પ્રવાસ ન કરેલી અને આવી વ્યક્તિના સંપર્કમાં ન આવેલી વ્યક્તિઓ પણ ઇન્ફેક્શનનો ભોગ બને છે. આ તબક્કામાં સંક્રમણ કેવી રીતે થયું એની ખબર પડતી નથી એટલે એને અટકાવવામાં મુશ્કેલી પડે છે.
  • ચોથો તબક્કો– કોઈ પણ રોગચાળાનો આ છેલ્લો તબક્કો હોય છે. આ તબક્કામાં કોઈ પણ સમાધાન મેળવવું મુશ્કેલ બની જાય છે. એમાં સંક્રમણ એટલી ઝડપથી ફેલાય છે કે કડક નિર્ણયો પણ અસરકારક રહેતા નથી.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!