GSTV
ANDAR NI VAT

કોમવાદને કારણે કર્ણાટકનું આઈટી કલ્ચર ખતમ થઈ જવાનો ખતરો

કર્ણાટક

કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ રોજે-રોજ કોઈક નવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આરએસએસ અને બજરંગ દળ જેવા દક્ષિણપંથી સંગઠનોએ માગણી કરી છે કે મંદિર પરિસરોમાં મુસ્લિમોને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ભાજપના જ એક નેતાએ આ પ્રકારની માગણીની ટીકા કર્યા બાદ બાયોકોનના ચેરમેન કિરણ મજૂમદાર શો પણ મેદાનમાં આવ્યા છે.

તેમણે ટ્વિટ કરી કે, ‘કર્ણાટકે હંમેશા સમાવેશી આર્થિક વિકાસ કર્યો છે, આથી આપણે આ પ્રકારના સાંપ્રદાયિક બહિષ્કારની અનુમતિ આપવી જોઈએ નહીં. જો આઈટી-બીટી સાંપ્રદાયિક બની જશે તો ભારતનું વૈશ્વિક નેતૃત્વ ખતમ થઈ જશે.’

આ ટ્વીટમાં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને ટેગ કરીને લખ્યું કે, ‘કૃપા કરીને વધતાં જતાં ધાર્મિક વિભાજનને રોકો.’ તેમની ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું છે કે, ‘સાંપ્રદાયિક વિભાજન વધતું જશે અને કર્ણાટક આપણી નજર સામે નીચે સરકતું જશે.’

તેમને જવાબ આપતાં કિરણ મજુમદાર શોએ લખ્યું કે, ‘આપણા મુખ્યમંત્રી ખૂબ જ પ્રગતિશીલ નેતા છે. મને વિશ્વાસ છે કે તેઓ આ મુદ્દાને બહુ ઝડપથી ઉકેલશે. કિરણ મજુમદાર શો કોર્પોરેટ જગતમાં આદરપૂર્વક લેવાતું નામ છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો મંદિર પરિસરોમાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધની માગણી કરી રહ્યા છે ત્યારે સરકાર મૂકદર્શક બની રહી છે.

Read Also

Related posts

ભાજપનું મિશન 2024 / મુસ્લિમ વોટ બેંક પર નજર, પક્ષ મજબૂત કરવા પર ભાર, જાણો શું છે પાર્ટીના એક્શન પ્લાન?

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa

‘મે રાહુલ ગાંધીને વર્ષો પહેલા જ છોડી દીધા છે’ : શું અર્થ થાય છે રાહુલ ગાંધીના આવા નિવેદનનો

Akib Chhipa
GSTV