GSTV
Home » News » કોમી એકતાઃ મહેસાણાના ઇમરાન-વસીમે રાખી પ્રિયાંક માટે બાધા અને 7 વર્ષે બંધાયું પારણું

કોમી એકતાઃ મહેસાણાના ઇમરાન-વસીમે રાખી પ્રિયાંક માટે બાધા અને 7 વર્ષે બંધાયું પારણું

આજે વિશ્વભરમાં મઝહબના નામે મોતનો ખેલ ખેલાતો હોય છે ત્યારે મઝહબ કરતા પણ મોટી હોય છે મિત્રતા આ વાત સાબિત થઇ છે મહેસાણામાં. જ્યાં મિત્રના ઘરે પારણું બંધાય તે માટે બીજી કોમના મિત્રએ રાખેલી માનતાને પૂર્ણ કરાતા અનોખો કોમી એક્તાનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રિયાંક બારોટ અને તેના પરિવારજનોના ચહેરા પર તો ખુશી છે જ. પરંતુ પ્રિયાંકના મિત્ર ઇમરાન અને વસીમના ચહેરા પર વધુ ખુશી છે. કારણકે ઇમરાન અને વસીમે કરેલી માનતા ફળીભૂત થઇ છે અને મિત્ર પ્રિયાંકના લગ્નજીવનના સાત વર્ષ બાદ તેને ઘરે પારણું બંધાયુ છે. જેથી ઇમરાન અને વસીમના પરિવારે પ્રિયાંકના પુત્રને પેંડા અને ગોળથી તોલીને પોતાની માનતા પૂર્ણ કરી છે.

લગ્નના સાત વર્ષના વહાણા છતાં પ્રિયાંકના પરિવારને શેર માટીની સંતાનરૂપી ખોટ હતી. જેથી ઇમરાન અને વસીમે પ્રિયાંકના ઘરમાં ખુશી આવે તે અર્થે માનતા રાખી હતી. જે માનતાને મોહરમના પવિત્ર પર્વે પૂર્ણ કરીને આ મિત્રોએ સાબિત કર્યુ છે કે મઝહબ કરતા મિત્રતા મોટી હોય છે.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!