GSTV
India News Others Sports ટોપ સ્ટોરી

Commonwealth games 2022: સાતમા દિવસે પણ ખેલાડીઓનું દમદાર પ્રદર્શન/ ભારતે જીત્યા બે મેડલ, મેડલની સંખ્યા 20 પર પહોંચી

બર્ઘિમહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમસ 2022માં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન યથાવત છે. ગેમ્સના સાતમાં દિવસે ભારતે વધુ બે મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ શામેલ છે. આ બે મેડલના કારણે ભારતની કુલ મેડલની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે.

મુરલી શ્રીશંકરે કર્યો કમાલ

મોડી રાત્રે મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં મુરલી શ્રીશંકરે 8.08 મીટરના બેસ્ટ જમ્પ સાથે આ સિદ્ધિ મેળવી હતી. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સુધીરે ગોલ્ડ મેડલ જીત્યો હતો

ત્યાર બાદ થોડીવાર બાદ સુધીરે પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીરે તેના બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નાઈજીરીયાના ઈકેચુકુ ક્રિશ્ચિયન ઉબીચુકુએ સિલ્વર અને સ્કોટલેન્ડના મિકી યુલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓ (4 ઓગસ્ટ 2022 સુધી)

 1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા)
 2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઇટલિફ્ટિંગ 61 કિગ્રા)
 3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા)
 4. બિંદિયારાની દેવી – સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)
 5. જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ (67 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
 6. અચિંત શિયુલી – ગોલ્ડ મેડલ (73 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
 7. સુશીલા દેવી – સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
 8. વિજય કુમાર યાદવ – બ્રોન્ઝ મેડલ (જુડો 60 કેજી)
 9. હરજિન્દર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 71KG)
 10. મહિલા ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
 11. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
 12. વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
 13. મિશ્ર ટીમ – સિલ્વર મેડલ (બેડમિન્ટન)
 14. લવપ્રીત સિંઘ – બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109 કેજી)
 15. સૌરવ ઘોષાલ – બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
 16. તુલિકા માન – સિલ્વર મેડલ (જુડો)
 17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109+ કિગ્રા)
 18. તેજસ્વિન શંકર – બ્રોન્ઝ મેડલ (ઉંચી કૂદ)
 19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ (લોંગ જમ્પ)
 20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)

ભારતને સાતમા દિવસે માત્ર બે મેડલ મળ્યા, જેના કારણે તે ગત દિવસની જેમ સાતમા નંબર પર છે. ભારત પાસે છ ગોલ્ડ અને સાત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ છે. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા 50 ગોલ્ડ સહિત 132 મેડલ સાથે ટોચ પર છે. જ્યારે યજમાન ઈંગ્લેન્ડ 42 ગોલ્ડ મેડલ સાથે બીજા અને કેનેડા 17 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે.

ભારત મેડલ લિસ્ટમાં સાતમાં સ્થાને

બોક્સિંગમાં વધુ ચાર મેડલ કન્ફર્મ

બોક્સિંગમાં વધુ ચાર ભારતીય બોક્સરોએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જેના કારણે હવે આ ઈવેન્ટમાં તેઓ સાત મેડલ સાથે નિશ્ચિત થઈ ગયા છે. ગુરુવારે અમિત પંઘાલ, જાસ્મીન લેમ્બોરિયા, સાગર અહલાવત અને રોહિત ટોકાસે પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી હતી. આ ચાર પહેલા મોહમ્મદ હુસામુદ્દીન, નિખાત ઝરીન અને નીતુએ પણ સેમિફાઈનલમાં પહોંચીને ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો હતો.

આ ખેલાડીઓએ મેડલની આશા જગાવી

એથ્લેટિક્સમાં, હિમા દાસે મહિલાઓની 200 મીટરની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે મંજુ બાલા પણ મહિલાઓની હેમર થ્રો ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. ટેબલ ટેનિસમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મનિકા બત્રાએ 4-0થી જીત મેળવીને મહિલા સિંગલ્સના રાઉન્ડ 16માં જગ્યા બનાવી છે. મનિકા ઉપરાંત શ્રીજા અકુલા અને રીથ ટેનીસને પણ પોતપોતાની મેચો જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બેડમિન્ટનમાં, અક્ષર્શી કશ્યપ, પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે પોતપોતાની સિંગલ્સ મેચ જીતી હતી. અક્ષર્શી કશ્યપની જીત ખૂબ જ ખાસ હતી કારણ કે તેણે પાકિસ્તાનના માહુર શહજાદને હરાવ્યો હતો. બીજી તરફ, હોકીમાં, ભારતીય પુરૂષ ટીમે પૂલ-બીની છેલ્લી મેચમાં હરમનપ્રીત સિંહની હેટ્રિકના આધારે વેલ્સ પર 4-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

READ ALSO

Related posts

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV