GSTV
Home » News » કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગનો સમાવેશ નહી થાય, ફેડરેશને ભારતના બહિષ્કારની ધમકીની કરી ઉપેક્ષા

કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગનો સમાવેશ નહી થાય, ફેડરેશને ભારતના બહિષ્કારની ધમકીની કરી ઉપેક્ષા

ફેડરેશન દ્વારા બર્મિંગહામમાં 2022 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગનો સમાવેશ ન કરવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોમનવેલ્થ ગેમ્સથી ભારતનો બહિષ્કાર કરવાની ધમકી આપવા છતાં ફેડરેશનના વડા લૂઇસ માર્ટિને ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે 2022 માં શૂટિંગ કોમનવેલ્થ ગેમ્સનો ભાગ નહીં બને. માર્ટિને જણાવ્યું હતું કે 1974 પછી, ફરીથી શૂટિંગને બહાર નીકળવાનો નિર્ણય લોજિસ્ટિક્સની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ભારતની દ્રષ્ટિએ, શૂટિંગ ભારતની મુખ્ય રમત રહી છે જ્યાં તેને હંમેશાં સૌથી વધુ ચંદ્રકો મળે છે. ગોલ્ડ કોસ્ટમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં પણ ભારતે કુલ 66 ચંદ્રકો જીત્યા હતા, જેમાંથી 16 ફક્ત શૂટિંગના હતા અને તેમાં પણ 7 ગોલ્ડ મેડલ શામેલ છે.

આ જ કારણ છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારતનો બહિષ્કાર કરવાની વાત કરી છે. આ માટે તેમણે ગયા મહિને રમત મંત્રી કિરેન રિજિજુ સાથે પણ વાત કરી હતી.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!