ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં કયા ‘સિક્રેટ કોર્ડ’નો ઉપયોગ કરે છે તે જાણવા કરો ક્લિક

દવાના પ્રિસ્ક્રિપ્શન પર ડૉકટર દ્વારા લખાયેલી દવા અંગે કોઇને કહેવુ હોય કે ‘આખરે શું લખ્યું છે કંઈ સમજણમાં આવતુ નથી.’ અથવા પછી તબીબની લખવાની રીત કેટલી ખરાબ હોય છે. ડૉક્ટર ઘણી વખત શૉર્ટકટમાં પણ પ્રિસ્ક્રિપ્શન પર લખી આપે છે.

ખરેખર, ડૉક્ટરના લેખનમાં ઘણા રાજ છુપાયેલા છે. દવાઓના પ્રિસ્ક્રીપ્શનમાં ડૉક્ટર કેટલાંક કોડવર્ડનો ઉપયોગ કરે છે, જે દરેક વ્યક્તિને ખબર હોતી નથી. આજે અમે તમને જણાવી છીએ કે આખરે ડૉક્ટર પ્રિસ્ક્રીપ્શન પર કેમ લખે છે?

દવાઓના પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટર કેટલાંક કોડ વર્ડનો ઉપયોગ કરે છે, જે દરેક વ્યક્તિને ખબર હોતી નથી. આજે અમે તમને આવા કેટલાંક શબ્દો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેનો અર્થ સમજવો તમારા માટે લાભકારક નિવડશે. Rx= ઉપચાર, q= દરરોજ, qOD= દરેક દિવસે છોડીને, qH- દર કલાકે, S= કે વગર, C= ની સાથે.

SOS- ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન પર એસઓએસ લખે છે તો તેનો અર્થ થાય છે કે જ્યારે ઈમરજન્સી હોય ત્યારે જ દવાનું સેવન કરવુ જોઇએ. જેમ વધુ દર્દ થઇ રહ્યુ હોય અથવા મુશ્કેલી વધુ મહેસૂસ થઇ રહી હોય.

AC= ભોજન પહેલા, PC= ભોજન બાદ, BID= દિવસમાં બે વખત, TID- દિવસમાં ત્રણ વખત અને POનો અર્થ છે કે દવાને કોઇ ઈન્જેક્શન અથવા અન્ય કોઇ પદ્ધતિથી લેવાનું નથી. તેને મોઢામાંથી જ ગળવાનું હોય છે.

જો ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન પર bd/bds લખ્યું છે તો તેનો અર્થ થાય છે કે દવાને બે વખત લેવાની છે અને જો TDS લખ્યું છે તો તેનો અર્થ થાય છે કે દવા ત્રણ વખત લેવાની છે અને જો QTDS લખ્યું છે તો દવાને દિવસમાં ચાર વખત લેવાની હોય છે. QID= દિવસમાં ચાર વખત, OD= દિવસમાં એક વખત, BT- ઊંઘતી વખતે, BBF-નાસ્તા પહેલાં.

Ad Libનો અર્થ થાય છે કે ડૉક્ટરે જેટલી માત્રા નક્કી કરે છે તેટલી દવા જ લો અને GTTનો મતલબ થાય છે કે જે દવા છે તે ડ્રૉપ્સ છે. Tw= અઠવાડિયામાં બે વખત, QAM= દરરોજ સવારે, QP- દરરોજ રાત્રે, Q4H= દરરોજ 4 કલાકમાં, HS= ઊંઘતી વખતે, PRN જરૂર મુજબ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter