GSTV
Others Sports Trending

કોમનવેલ્થ 2022/ માતા-પિતા અને બહેન પણ છે ચેમ્પિયન, હવે દિકરાએ ભારતને અપાવ્યો ઐતિહાસિક મેડલ

કોમનવેલ્થ

ભારતના સ્ટાર એથલીટ મુરલી શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઈતિહાસ રચ્યો છે. શ્રીશંકરે પુરૂષો માટેની લોન્ગ જંપ ઈવેન્ટમાં પ્રથમ વખત ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. જો ઓવરઓલ જોઈએ તો તેઓ કોમનવેલ્થ લોન્ગ જંપમાં મેડલ જીતનારા બીજા ભારતીય પુરૂષ એથલીટ છે.

44 વર્ષ પહેલા મળ્યો હતો મેડલ

કોમનવેલ્થની લોન્ગ જંપ સ્પર્ધામાં ભારતને 44 વર્ષ પહેલા પ્રથમ મેડલ મળ્યો હતો. 1978માં કેનેડા ખાતે આયોજિત કોમનવેલ્થમાં સુરેશ બાબુએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી આપ્યો હતો.

કેરળના શ્રીશંકરે ઈંગ્લેન્ડની હાડકાં ગાળી દેતી ઠંડીનો સામનો કરીને પોતાની જાતને મજબૂત બનાવી રાખી હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન આપનારા શ્રીશંકરે ફાઈનલ રાઉન્ડમાં ભારે ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. એપેન્ડિસાઈટિસના કારણે તેઓ 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ચૂકી ગયા હતા.

કોમનવેલ્થ

એથલેટિક્સમાં ભારતનો બીજો મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથલેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ તેજસ્વીન શંકરે હાઈ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શ્રીશંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ 7.97 મીટરના બેસ્ટ જંપ સાથે 5મા ક્રમે રહ્યા.

આખો પરિવાર રમત સાથે સંકળાયેલો

23 વર્ષીય શ્રીશંકરે પોતાને મળેલો આ મેડલ પોતાના પરિવાર અને દેશને સમર્પિત કર્યો છે. મુરલીના કહેવા પ્રમાણે તેનો આખો પરિવાર રમત-ગમત ક્ષેત્રે છે. તેમના ઘરે ભોજન સમયે પણ રમતોની વાતો થાય છે અને ટીવીમાં પણ સ્પોર્ટ્સ જોવામાં આવે છે. લોકડાઉન સમયે એક કઝિને ખૂબ સપોર્ટ આપ્યો હતો અને અલગ જિમ બનાવી આપ્યું હતું.

કોમનવેલ્થ

માતા અને પિતાએ પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે

દરેકના મનમાં એક જ પ્રશ્ન આવતો હશે કે શ્રીશંકરે કોની રમત પસંદ કરી. એટલે કે ભારતના આ સ્ટારે પિતા અને માતા વચ્ચે કોની રમત પસંદ કરી. વાસ્તવમાં તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. 23 વર્ષીય શ્રીશંકરના પિતા એસ મુરલી ભૂતપૂર્વ ટ્રિપલ જમ્પ રમતવીર છે. તે સાઉથ એશિયન ગેમ્સનો સિલ્વર મેડલ વિજેતા છે. તે જ સમયે, તેની માતા કેએસ બિજીમોઈએ 1992માં એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 800 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીશંકરની બહેન શ્રીપાર્વતી હેપ્ટાથલીટ છે. 4 વર્ષની ઉંમરે, શ્રીશંકરને તેમના પિતા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તે સમયે એસ મુરલીએ દોડવીર તરીકે તેમના પુત્રની ક્ષમતા જોઈ હતી. આ પછી, શ્રીશંકર 50 મીટર અને 100 મીટરમાં અંડર 10 સ્ટેટ લેવલ ચેમ્પિયન બન્યો. 13 વર્ષની ઉંમરે તેણે દોડવાનું છોડી દીધું અને લાંબી કૂદ પસંદ કરી. શ્રીશંકર ગણિતમાં B.Sc કરી રહ્યા છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV