યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ મંગળવારે વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા (CET) શૈક્ષણિક સત્ર 2022-2023 થી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CET નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવશે, તેમ UGCએ જણાવ્યું હતું. વધુમાં માહિતી આપતા UGCએ જણાવ્યું કે PhD પ્રોગ્રામમાં પ્રવેશ માટે નેટ સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે.

યુજીસીએ તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓને શૈક્ષણિક સત્ર 2022-2023થી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. યુજીસીએ પત્રમાં જણાવ્યું હતું કે, “આ પરીક્ષણો ઓછામાં ઓછી 13 ભાષાઓમાં લેવામાં આવશે જેમાં NTA પહેલેથી જ JEE અને NEET પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે.”
મુખ્ય શિક્ષણ સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે રસ ધરાવતા રાજ્ય દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અપનાવવામાં આવશે
UGC નોટિફિકેશન નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ના તરીકે આવે છે, જેમાં NTA દ્વારા તમામ યુનિવર્સિટીઓ માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી સામાન્ય એપ્ટિટ્યુડ ટેસ્ટ તેમજ ઉચ્ચ અભ્યાસની શિક્ષણ સંસ્થાઓ માટે સાયન્સ, હ્યુમાનિટીસ, લેન્ગ્વેજ, આર્ટ્સ અને વોકેશનલ વિષયોની પરીક્ષા લેવામાં આવે છે.
યુજીસીએ જણાવ્યું હતું કે આ મામલાને જોવા અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ યોજવા માટેની પદ્ધતિ સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું કે સમિતિએ CET આયોજિત કરવા ઘણા તબક્કાની ચર્ચાઓ કરી હતી. તેના પછી 21 નવેમ્બરે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર સાથે મીટિંગ કરી પેનલની ભલામણો પર ચર્ચા કરી હતી.

અગાઉ શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટીમાં પ્રવેશ 2021 શૈક્ષણિક સત્રના એક સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે, પરંતુ કોરોના દ્વારા પેદા થયેલા પડકારોના કારણે યોજનાને આગળ વધારી શકાઇ નહીં.
Read Also
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો