GSTV
Home » News » મોટાભાગની કોમોડિટીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા

મોટાભાગની કોમોડિટીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા

2017ના અંતભાગમાં અને 2018ના પ્રારંભે મોટાભાગની કોમોડીટી ભાવો રોકેટ સગતિએ વધીને રેકોર્ડ સસ્તરે પહોંચી ગયા હતા, બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોએ પણ અનેક વર્ષોનો રેકોર્ડ સતોડી નાંખ્યો છે.

બજારના વર્તુળો, રોકાણકારો અને સટોડિયાઓ હજુ તો એવી આગાહી કરી રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં હાલ હરણફાળ ગતિએ વધી રહેલા ઉત્પાદનોના કારણે કાચા માલની માંગ જળવાઇ રહેશે જેના પગલે કોમોડિટી અને ક્રુડ ઓઇલના ઉંચા ભાવોની સપાટી પણ જળવાઇ રહેશે.

વિવિધ પ્રકારની 22 કોમોડિટીના વળતર ઉપર દેખરેખ રાખી વધ-ઘટ દર્શાવતો બ્લુમબર્ગ કોમોડિટિ ઇન્ડેક્સ ગત ગુરુવારે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો અને ઇન્ડેક્સ દર્શાવતો હતો કે છેલ્લા 15 દિવસમાં જ કોમોડિટીમાં રોકાણ કરનાર રોકાણકારોને અસાધારાણ અને અભૂતપૂર્વ કહી શકાય એવું વળતર મળ્યું હતું.

હાલ સિરિયાનું યુદ્ધ અને અખાતી પ્રદેશોની રાજકીય અસ્થિરતાના કારણે ખોરવાઇ ગયેલો પૂરવઠો, આંતરરાષ્ટ્રીય હૂંડિયામણ બજારમાં અન્ય કરન્સીની સામે નબળો પડેલો અમેરિકન ડોલર અને સુધરતી જતી માંગ જેવા વિવિધ પરિબળોના પગલે ક્રુડ ઓઇલ અને વિવિધ મેટલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે તેથી આ ઇન્ડેક્સ આગામી દિવસોમાં પણ તેની ઉપર તરફની ચાલ જાળવી રાખે એવી શક્યતા છે.

મોટરકારની એક્ઝોસ્ટ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા પેલેડિયમના ભાવો પણ હાલ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે બોલાઇ રહ્યા છે. ગોલ્ડમેન સાક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકે પણ આસાવાદી આગાહી કરતાં કહ્યું હતું કે 2018ના વર્ષમાં પણ કોમોડિટીના બાવો વધવાનું ચાલું રહેશે. આ બેંકે આગામી 12 મહિના માટે કોમોડિટી ખરીદવાની ભલામણ કરી છે.

Related posts

ફેસબુક લાવશે Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી નામ હશે લિબ્રા

Mansi Patel

પતંજલિ બાદ હવે આ કંપની વેચશે સસ્તુ દૂધ, ઘર પર કરશે ડિલીવરી

Mansi Patel

LICનો ન્યૂ મની બેક પ્લાન: મની બેક, પ્રિમિયમ સહિત મળશે આટલા લાભ, જાણી લો ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!