GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ ડિપ્લોમામાં એડમિશન માટે નવી એન્ટ્રેસ ટેસ્ટ લેવાય તેવી શક્યતા, માસ પ્રમોશન બાદ હવે મોટી ચિંતા

Last Updated on May 15, 2021 by Pravin Makwana

ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યુ છે ત્યારે હવે ધો.10નું પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને કયા માપદંડોને આધારે પ્રમોશન આપવુ તેમજ ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશ માટે કયા કયા નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દે સરકારે તજજ્ઞાોની કમિટી રચવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12 સાયન્સ અને સા.પ્ર.ની પરીક્ષા લેવાશે અને તે જુનના બીજા કે અંતિમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા છે. 

સરકારે ઉતાવળે નિર્ણય કરતા ધો.10ની પરીક્ષા રદ તો કરી દીધી છે અને માસ પ્રમોશન આપવાનું નક્કી કરી નાખ્યુ છે ત્યારે હવે પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને 8.37 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને કયા આધારે માસ પ્રમોશન આપવુ તે મોટો પ્રશ્ન છે.સરકારે ખરેખર માસ પ્રમોશનનો નિર્ણય લેતા પહેલા સૂચનો લેવા તજજ્ઞાોની કમિટી બનાવવાની હતી અને તેના બદલે હવે નિર્ણય લેવાઈ ગયા પછી તજજ્ઞાોની કમિટી બનાવી છે.

બોર્ડ પરીક્ષાના ઈતિહાસમા પ્રથમવાર માસ પ્રમોશન આપવામા આવનાર છે ત્યારે આટલા મોટા સંવેદનશીલ અને મહત્વના નિર્ણય માટે સરકારે તજજ્ઞાોના સૂચનો લેવાની જરૂર હતી. સરકાર દ્વારા પૂર્વ આચાર્યો તેમજ ટેકનિકલ શિક્ષણના એક્સપર્ટસ સહિતના તજજ્ઞાોની એક કમિટી રચાશે.જેમાં બોર્ડના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બહારના તજજ્ઞાો સહિતની 8થી10 સભ્યોની કમિટી બનશે.

સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડને તજજ્ઞાોના નામ નક્કી કરવા આદેશ કર્યો છે.થોડા દિવસમાં કમિટી રચાઈ જશે અને જે તમામ  બાબતોની ચર્ચા વિચારણા કરી સરકારને રિપોર્ટ આપશે.આ કમિટી ધો.10નું પરિણામ કયા માપદંડોને આધારે તૈયાર કરવુ અને ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશમાં કેવા નિયમો રાખવા તથા કઈ રીતે મેરિટ તૈયાર કરવુ તે સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરશે.

શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ ધો.10ની જેમ ધો.12ની પરીક્ષા રદ નહી થાય અને ધો.12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ લેવાશે. પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષા કયારે લેવી તેનો નિર્ણય કરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!