GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નિસર્ગ વાવાઝોડું : ચાર જિલ્લામાંથી ૨૦ હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર, ખતરો ટળ્યો પણ પડશે ભારે વરસાદ

નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. અને નિસર્ગ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી હાલ પૂરતો ટળી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નિર્સગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં નહીં ટકરાય પરંતુ મહારાષ્ટ્રના અલીબાગ ખાતે ટકરાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય. જેથી આ સંભવિત વાવાઝોડાના સંદર્ભે રાહત કમિશનર દ્વારા પ્રેસ કોન્ફન્સ યોજી હતી. જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીપ ડિપ્રેશન તરીકે સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

  • ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો
  • પણ આમ છતા ૧૦૦ કિલોમીટરથી વધુની ઝડપે ફૂંકાશે પવન
  • ગુજરાતના અમુક વિસ્તારમાં વરસશે ભારે વરસાદ

ગુજરાતના માથેથી નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. નિર્સગ વાવાઝોડુ સુરતથી હજુ દૂર છે. આ વાવાઝોડાને પગલે નવસારી જિલ્લામાં 110થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે. તો આ વાવાઝોડાની સૌથી વધારે અસર સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જોવા મળશે. હાલની સ્થિતીની જો વાત કરીએ સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ પડ્યો છે. આ સાથે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ એલર્ટ આપ્યા છે. ત્રણથી ચાર કિલોમીટર દરિયા વિસ્તાર પાસેના ગામવાસીઓને સ્થળાંતરીત કરાયા છે. સુરતમાંથી 1135, નવસારીમાંથી 11908 અને વલસાડમાંથી 6438 લોકોના સ્થળાતંર કરવામાં આવ્યા છે. આમ ચાર જિલ્લામાંથી કુલ 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ખતરો ટળ્યો ?

  • નવસારી જિલ્લામાં ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે
  • સૌથી વધારે અસર સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જોવા મળશે
  • સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ પડ્યો
  • ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ એલર્ટ અપાયા
  • ત્રણથી ચાર કિલોમીટર દરિયાઇ વિસ્તાર પાસેના ગામવાસીઓને સ્થળાંતરીત કરાયા
  • સુરતમાંથી ૧૧૩૫
  • નવસારીમાંથી ૧૧૯૦૮
  • વલસાડમાંથી ૬૪૩૮ લોકોને સ્થળાંતર કરાયા
  • ચાર જિલ્લામાંથી કુલ ૨૦ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ
  • વલસાડ ખાતે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય
  • સુરત, ભરૂચ, આણંદ-ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર એક એક ટીમ તૈયાર
  • વડોદરા અને ગાંધીનગર ખાતે એક એક ટીમ
  • વલસાડમાં વધુ બે ટીમ મોકલાશે
  • એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ

ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ભલે ટળી ગયું હોય પણ ભારે પવન ફૂંકાશે જેથી વલસાડ ખાતે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રખાઇ છે. તો સુરત, ભરૂચ, આણંદ-ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર એક એક ટીમ તૈયાર રખાઇ છે. આ ઉપરાંત વડોદરા ખાતે અને ગાંધીનગર ખાતે એક એક ટીમ છે. તો વલસાડમાં વધુ બે ટીમ મોકલવામાં આવશે. આ ઉપરાંત એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે. સાયક્લોન જ્યારે જમીન ઉપર સ્પર્શે ત્યારે કોઈ જાનહાની ન થાય અને સંદેશા વ્યવહાર ચાલુ રહે તે માટે પાવર સપ્લાય ચાલુ રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે અને જોખમી હોર્ડિંગને પણ ઉતારી લેવા માટે જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 4 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે. એરફોર્સની જરૂર પડશે ત્યારે મદદ લેવામાં આવશે. પશુઓને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઇ છે.

READ ALSO

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!