નવો મહિનો શરૂ થતાની સાથે જ દેશમાં LPGના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઈંધણ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી 19 કિલોનો ગેસ સિલિન્ડર 2,253 રૂપિયા થઈ ગયો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
19 kg commercial cooking gas LPG price hiked by Rs 250 per cylinder. It will now cost Rs 2253 effective from today. No increase in the prices of domestic gas cylinders. pic.twitter.com/h8acfRh6mn
— ANI (@ANI) April 1, 2022
ઘરેલું ગેસના ભાવમાં વધારો થયો નથી

ઈંધણ કંપનીઓએ હાલમાં ઘરોમાં વપરાતા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ થોડા દિવસો પહેલા એક જ વારમાં ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચેન્નાઈમાં 2400થી વધુ કિંમત
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાના વધારા બાદ હવે તે જ સિલિન્ડર કોલકાતામાં 2,351 રૂપિયા, મુંબઈમાં 2,205 રૂપિયા અને ચેન્નાઈમાં 2,406 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા 1 માર્ચ 2022ના રોજ સરકારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે 22 માર્ચે જ્યારે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર (રસોઈ ગેસની કિંમત)ની કિંમતોમાં વધારો કર્યો હતો, ત્યારે તે 9 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો.
READ ALSO
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ