GSTV
Home » News » ફિલ્મ જોતા પહેલા વાંચો ‘કમાન્ડો-2’ નો રિવ્યૂ

ફિલ્મ જોતા પહેલા વાંચો ‘કમાન્ડો-2’ નો રિવ્યૂ

ફિલ્મની વાર્તા: કેપ્ટન કરણવીર સિંહ(વિદ્યુત જામવાલ)નું સેકન્ડ મિશન વિદેસમાં બ્લેકમનીને દેશમાં પરત લાવવાનું છે. મલેશિયામાં મની લોન્ડિરિંગનો નંબર એક વડો વિક્કી ચડ્ડા(વંશ ભારદ્વાજ) પોતાની સુંદર પત્ની મારિયા(એશા ગુપ્તા)ની સાથે હવે પોલીસની ગિરફતમાં આવી ચૂક્યો છે. વિક્કીને વિદેશમાંથી ભારત લાવવાની જવાબદારી કેપ્ટન કરણવીર સિંહ અને તેની ટીમને સોંપવામાં આવે છે. કેપ્ટન કરણવીર અંગત રીતે પણ આંતરારાષ્ટ્રીય મની લોન્ડ્રિંગને જળથી ખત્મ કરવા માંગે છે. કરણવીરની ટીમમાં તેની સાથે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસચ્ટ ભાવના(અદા શર્મા) પણ છે, જેની પાસે એન્કાઉન્ટર કરવાનું કારણ ન હોય તો તે પોતાના અંગત ફાયદા માટે એકાઉન્ટર કરી શકે છે. કેપ્ટન અને તેની ટીમના સભ્યોનું આ મિશન આસાન નથી. દેશમાં એવા ઘણાં પ્રભાવશાળી લોકો છે, જેઓ નથી ઇચ્છતા કે વિક્કી ચડ્ડા અને તેની પત્નીને ભારત પરત લાવવામાં આવે, કારણ કે આવું થવાથી તેઓ બેનકાબ થઇ શકે છે. આ મુશ્કેલ સ્થિતિમાં જ્યાં કેપ્ટન અને તેની ટીમને આ દુશ્મનોની સાથે સાથે અંદર છૂપાયેલા એવા ગદ્દારોને પણ રસ્તામાંથી હટાવવાના છે, જેમના વિશે કોઇ કશું જાણતા નથી.

અભિનય: અંત સુધી ફિલ્મ વિદ્યુતના એક્શન અને તેની આસપાસ ફોક્સ કરે છે. વિદ્યુતે ફરી એક વખત પોતાની શાનદાર એક્ટિંગ સાબિત કરી, જેનો વખાણવા માટે કોઇ શબ્દ નથી. તેનામાં ગજબની સ્ફૂર્તિ છે. તે એક્શન દ્રશ્યમાં એકદમ સક્ષમ અને ગતિશીલ છે. અદા શર્માએ પણ કેટલાક સારા એક્શન દ્રશ્ય કર્યા છે. તો વળી, એશા ગુપ્તા પોતાની ભૂમિકામાં ફિટ રહી છે. જ્યારે વિક્કીની ભૂમિકામાં વંશ ભારદ્વાજ અસરદાર રહ્યો છે.

નિર્દેશન: સ્મોલ સ્ક્રીન પર કોમેડીમાં પોતાની ઓળખ બનાવી ચૂકનાર દેવેન ભોજાની પાસે આ પ્રોજેક્ટ માટે સારી દમદાર સ્ક્રિપ્ટ ન હતી. દેવેનની પાસે માત્ર વિદ્યુત હતો. તેણે માત્ર તેના દમ પર જ સમગ્ર ફિલ્મને ખેંચી છે.
સંગીત: ફિલ્મનું સંગીત માહોલના અનુકૂળ છે. ફિલ્મનું એક ગીત હરે રામા મ્યૂઝિક ચાર્ટમાં ટોપ ફાઇવમાં સામેલ થઇ ચૂક્યું છે. એવું કોઇ ગીત નથી જે મ્યૂઝિક લવર્સની કસોટી પર ખરું ઉતરી શકે.

શા માટે જોઇ શકાય ફિલ્મ: જો એક્શનના શોખીન હોવ તો આ ફિલ્મ જરૂર નિહાળી શકાય તેમ છે. વિદ્યુત પર ફિલ્માવવામાં આવેલા એક્શન દ્રશ્ય ફિલ્મ જોવાનું સૌથી મોટું કારણ છે. એક્શનના મામલામાં વિદ્યુત આ ફિલ્મમાં દમદાર સાબિત થઇ રહ્યો છે. જો કે, આ ફિલ્મ એવા લોકોને વધારે પસંદ આવશે, જેઓ દમદાર એક્શન જોવાની ઇચ્છામાં કહાની પર વધારે નજર નથી આપતા.

Related posts

The Sky Is Pink : થીએટરમાં ચોધાર આંસુએ રડાવતી ફિલ્મ તમામ દર્શકો માટે નથી બની

Bansari

Joker Review : 10 વર્ષ પછી હિથ લેજરના અભિનયને મળી જોરદાર ટક્કર

Bansari

War Review : એક્શનમાં સુપરહિટ એવી ફિલ્મ આ ત્રણ કારણોથી જોવાની આવશે મઝા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!