GSTV
Ajab Gajab Trending

ઓ બાપરે! આ બગીચામાં આવીને શ્વાસ લેતા જ વ્યક્તિનું થઇ જાય છે મોત! સેંકડો લોકોએ ગુમાવ્યા છે જીવ

બગીચા

Ajab Gajab News: દુનિયામાં ઘણી એવી રહસ્યમયી જગ્યાઓ છે, જ્યાં જતા જ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે છે. અમુક જગ્યાના નામ સાંભળીને જ લોકો ધ્રૂજવા લાગે છે. ઈંગ્લેન્ડમાં એક એવો બગીચો છે (Poison Garden Alnwick), જ્યાંથી કોઈ વ્યક્તિ ક્યારેય જીવતો પાછો નથી આવતો. અહીં જઇને શ્વાસ લેતાં જ વ્યક્તિ મૃત્યુ પામે છે.

બગીચા

લોકો હંમેશા સાથે ગાર્ડ લઈને જાય છે

આ બગીચાનું નામ સાંભળીને પણ લોકો ગભરાઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકોને ક્યારેય બગીચામાં એકલા જવાની સલાહ આપવામાં આવતી નથી. અહીં જવા માટે લોકો હંમેશા ગાર્ડ લઈને જાય છે. પરંતુ જો કોઈ ભૂલથી બગીચામાં એકલા જાય, તો તે જીવતો પાછો નથી આવી શકતો.

બગીચા

પોઈઝન ગાર્ડન તરીકે ફેમસ છે આ બગીચો

યુનાઇટેડ કિંગડમના નોર્થમ્બરલેન્ડમાં આવેલા આ ગાર્ડનનું નામ ‘ધ એલનવિક પોઇઝન ગાર્ડન’ છે. તેને ‘પોઈઝન ગાર્ડન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘ધ અલ્નવિક પોઈઝન ગાર્ડન’ને દુનિયાનો સૌથી ખતરનાક ગાર્ડન માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બગીચો ઈંગ્લેન્ડના સૌથી સુંદર આકર્ષણોમાંથી એક છે. મેનીક્યોર કરવામાં આવેલા ટૉપિયર, રંગબેરંગી છોડ, સુગંધિત ગુલાબ અને કેસ્કેડીંગ ફુવારા લોકોને આકર્ષે છે.

બગીચા

100 થી વધુ લોકોના રહસ્યમય રીતે થયા છે મોત

આ બગીચામાં પ્રવેશતાની સાથે જ કાળો લોખંડનો દરવાજો લગાવવામાં આવેલો છે. આ દરવાજા પર સ્પષ્ટ લખેલું છે કે ઉભા રહીને ફૂલને સૂંઘવા અને તોડવાની મનાઈ છે. પ્રવેશદ્વાર પર સ્પષ્ટ ચેતવણી પણ લખવામાં આવી છે અને ખતરાની નિશાની પણ બનાવવામાં આવી છે. આ ઝેરી બગીચો 14 એકરમાં ફેલાયેલો છે. અહીં લગભગ 700 ઝેરી છોડ છે. એવું કહેવાય છે કે આ ઝેરી ફૂલોનો ઉપયોગ શાહી દુશ્મનોને હરાવવા માટે કરવામાં આવતો હતો. બગીચામાં આવીને અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના રહસ્યમય રીતે મોત થયા છે. એક નાનકડી ભૂલ અહીં તમારો જીવ લઇ શકે છે.

Read Also

Related posts

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda
GSTV