GSTV

એર-સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે આ જગ્યાએ યોજાશે પહેલી બેઠક

Last Updated on March 6, 2019 by

પુલવામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઇકને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખટાશભર્યા થઇ ચૂક્યા છે. ત્યારે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેવું ઇચ્છતા લોકો માટે રાહતના સમાચાર છે. કરતારપુર કોરિડોરના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14 માર્ચના રોજ ભારત આવી રહ્યું છે.

પાકિસ્તાનના પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ ભારતીય પ્રતિનિધિમંડળ પણ 28 માર્ચે ઇસ્લામાદ જશે. આ પગલાને બંને પડોશી દેશો વચ્ચેના તણાવ ઘટાડવાના સકારાત્મક પગલાં તરીકે જોવાઇ રહ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ બાબતની પુષ્ટિ કરી છે અને આ નિર્ણયની જાણકારી આપવા માટે ભારતીય રાજદૂત ગૌરવ આહલુવાલિયાને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા.

પાકિસ્તાને શરત રાખી હતી કે કરતારપુર કોરિડોર માટે તે પોતાનું પ્રતિનિધિમંડળ ત્યારે જ મોકલશે. કે જ્યારે ભારત ઇસ્લામાબાદમાં યોજાનારી બેઠકમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલશે. મહત્વનું છે કે બંને દેશો વચ્ચેના તંગ સંબંધો છતાં ભારતે ગત સપ્તાહે જ સ્પષ્ટતા કરી હતી કે કરતારપુર કોરિડોર મુદ્દે યોજાનારી બેઠક ભારત રદ્દ નહીં કરે.

Related posts

ક્રાઇમ / ગાંધીનગરના હડમતીયા ગામે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ, બિલ્ડરનું મોત

Dhruv Brahmbhatt

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!