કોમર્સ પ્રવેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રક્રિયા પુરી જ થતી નથી અને કોમર્સ પ્રવેશમાં કકળાટ હજુ પણ યથાવત છે.ત્રણ રાઉન્ડ બાદ ખાલી બેઠકો હવે કોલેજોમાં ઈન્ટરસે મેરિટથી ઓફલાઈન રાઉન્ડ હેઠળ ભરાનાર છે ત્યારે આજે યુનિ.એ કોલેજ દીઠ ખાલી બેઠકો જ જાહેર કરી નથી. વિદ્યાર્થીઓ-વાલીઓએ આજે યુનિ.માં હોબાળો મચાવ્યો હતો.જ્યારે ત્રણ રાઉન્ડ બાદ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે અને જે ઓફલાઈન રાઉન્ડમાં ભરાશે પરંતુ ખાલી બેઠકો પ્રમાણે વિદ્યાર્થીઓ હવે ઓછા છે.જેથી બેઠકો ખાલી જ રહેશે.

બી.કોમ,બીબીએ,બીસીએ અને વિવિધ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ માટેની યુનિ.ની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે.તમામ કોર્સની ઈડબલ્યુએસ સાથેની કુલ મળીને ૪૧૧૮૭ બેઠકો છે.જેની સામે આ વર્ષે પહેલેથી વિદ્યાર્થીઓ ૩૫ હજારથી પણ ઓછા હતા.બે રાઉન્ડ બાદ ખાલી પડેલી ૨૫ હજારથી વધુ બેઠકો માટે ત્રીજો ઓનલાઈન રાઉન્ડ કરાયો હતો અને જેમાં જુના રજિસ્ટર્ડ તેમજ સીબીએસઈ પાસ અને પુરક પાસ તથા નવા રજિસ્ટર્ડ સહિતના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ત્રીજા રાઉન્ડમાં ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને જેની સામે ૧૯૮૭૭ બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો. પરંતુ હજારો વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને ત્રણ રાઉન્ડના અંતે ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.

ત્રણ રાઉન્ડ બાદ હાલ ૨૦૭૩૧ બેઠકો ખાલી પડી છે અને ત્રણ રાઉન્ડમાં કુલ મળીને ૨૦૪૫૬ પ્રવેશ કન્ફર્મ થયા છે.આમ ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી રહેવા પામી છેત્રણ રાઉન્ડ બાદ આજથી ઓફલાઈન રાઉન્ડ શરૃ થયો છે.જેમાં વિદ્યાર્થીઓ જે તે કોલેજમાં રૃબરૃ જઈને રજિસ્ટ્રેશન ફોર્મ સાથે ડોક્યુમેન્ટ જમા કરવાના હતા.પરંતુ કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી છે તે વિદ્યાર્થીઓને જણાવવામા જ આવ્યુ નથી.આજે સાંજ સુધીમાં યુનિ.ની પ્રવેશ સમિતિ દ્વારા કોલેજ દીઠ ખાલી બેઠકોની યાદી જ જાહેર કરાઈ ન હતી.કોલેજોએ આપેલી ખાલી બેઠકો અને પ્રવેશ સમિતિ પાસે ઉપલબ્ધ ખાલી બેઠકોના આંકડા જ મેચ ન થતા આ પ્રક્રિયામાં પણ છબરડો જોવા મળ્યો છે.આવતીકાલે જન્માષ્ટમીની રજા છે અને શનિવાર બાદ રવિવારે ફરી રજા છે અને સોમવારે અંતિમ દિવસ છે.જ્યારે પ્રવેશ સમિતિની અવ્યવસ્થાને લઈને આજ ેવિદ્યાર્થીઓ-વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.વાલીઓની ફરિયાદ છે કે એડમિશન સેલમાં જવાબ આપવા માટે કોઈ પણ અધિકારી-કર્મચારી હાજર નથી.ઘણી ખાનગી કોલેજે વિદ્યાર્થીના રિપોર્ટિંગ-કન્ફર્મેશન વગર પોતાની રીતે પ્રવેશ કન્ફર્મ કરી દીધા હોવાની અને વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકતા ન હોવાની ફરિયાદો કરાઈ છે.
૧૫ હજાર વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ જ ન કરાવ્યો
ત્રણ રાઉન્ડમાં જે ૧૯૮૭૭ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો તેમાંથી માત્ર ૪૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કર્યા છે.આમ ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ જ કરાવ્યો નથી.અનેક વિદ્યાર્થીઓ બીજી યુનિ.ઓ-કોલેજોમાં જતા રહ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓને ટોપ કોલેજ-બ્રાંચમાં જ પ્રવેશ જોઈતો હોવાથી અગાઉ મળેલ પ્રવેશ કન્ફર્મ કરતા જ નથી.હાલની સ્થિતિએ બી.કોમની ૧૮ હજારથી વધુ, બીબીએની ૧૨૦૨ તથા બીસીએની ૧૧૬૯ બેઠકો ખાલી છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ