GSTV
Home » News » બહુજ ક્યૂટ દેખાય છે કોમેડિયન કપિલ શર્માની પુત્રી, પહેલો ફોટો થયો વાયરલ

બહુજ ક્યૂટ દેખાય છે કોમેડિયન કપિલ શર્માની પુત્રી, પહેલો ફોટો થયો વાયરલ

જાણીતો કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં પોતાના જીવનનાં બેસ્ટ ફેઝમાં છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019નાં રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીનાં જન્મની સાથે જ કપિલ અને તેની પત્ની બહુજ ખુશ છે.

નાનકડી પુત્રી સાથે કપિલ શર્માનો ફોટો વાયરલ

કપિલ બીઝી શેડ્યૂલ હોવા છતાં પણ પોતાની નાનકડી પરી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે સમય કાઢી જ લે છે. કપિલનો નાનકડી પુત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં કપલ તેની નાનકડી પરીને ખોળામાં લઈને દેખાઈ રહ્યા છે.

એક ફોટામાં કપિલ અને તેમની પુત્રી એકબીજાની આંખોમાં જોતા દેખાઈ રહ્યા છે. ફેન્સને કપિલનો પુત્રીની સાથેનો ફોટો ઘણો પસંદ પડી રહ્યો છે. ફોટો જોઈને કહી શકાય છેકે, કપલની તેમની લિટલ એન્જલની સાથે સારું બોન્ડિંગ થઈ ગયુ છે.

ઉલ્લેખનીય છેકે, કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018નાં રોજ ગિન્ની ચતરથની સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નમાં ટીવી, બોલીવુડ અને પંજાબી ઈન્ડસ્ટ્રીનાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!