સ્ટેડઅપ કૉમેડિયન ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલમાં કરવામં આવી છે. 22 જૂનના ભારતીને પેટમાં દુ:ખાવો થવાને કારણે તેણે મુંબઇને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તપાસ પછી ખબર પડી કે ગોલ્ડ બ્લડર(પિત્તાશયમાં પથરી) છે. જે પછી ડૉક્ટરોની દેખ-રેખ હેઠળ તેણે રાખવામાં આવી છે. હવે, ભારતી ગોલ્ડ બ્લડર કઢાવી નાખશે.

ભારતી સિંહ પોતાની હેલ્થની જાણકારી પોતાના ફેન્સ આપી છે. ભારતી સિંહ પોતાની સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને પોતાના દરેક ફેન્સનો આભાર માન્યો છે. અને લખ્યુ છે કે, ”તમારી પ્રાર્થનાઓ માટે થેંક યુ. હું ખૂબ સારુ ફિલ કરી રહી છું.”
ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’ માટે ભારતી અને તેના ફિયાફિયોન્સ હર્ષ લિમ્બાચીયા તૈયારીઓ જોર-શોર રીતે કરી રહ્ય હતા પરંતુ હવે ભારતીને હેલ્થ પ્રોબ્લેમને કરણે ભારતી અને હર્ષ ‘નચ બલિયે 8’ ફાઇનલમાં ભાગ નહી લઇ શકે. જોકે, ભારતી સિંહ અને તેનો ફિયાફિયોન્સ હર્ષ લિમ્બાચીયા ‘નચ બલિયે 8’માંથી પહેલેથી એલિમિનેટ થઇ ગયા હતા, પરંતુ એન્કર-કૉમેડિયની રિયાલિટી શોના ગ્રાન્ડ ફાઇનલમાં હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
ભારતીના નજીકના સૂત્રોનુસાર ભારતી અને હર્ષએ આ શોમાં ખૂબ જ સારું પરફૉર્મન્સ આપ્યુ છે અને બંને ફાઇનલ એપિસોડના એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવી રહ્યા હતા. જોકે ભારતીના ગુરુવારે રાતે 3 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભારતીને ગોલ્ડ બલ્ડરનું ઑપરેશન કરાવવું પડશે.
