GSTV

કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિને થઇ આ ગંભીર બિમારી, હૉસ્પિટલમાં થયાં દાખલ

Last Updated on September 24, 2018 by Bansari

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંને એક સાથે ડેંગ્યુનો શિકાર થયા છે. ભારતી અને હર્ષના બ્લડ ટેસ્ટમાં બંનેને ડેંગ્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બિમારીને લઈ બંનેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેનું સ્વાસ્થ્ય સ્થિર ના થાય ત્યા સુધી તેઓને ડોક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે ડેન્ગ્યુ પીડિત પતિ-પત્નીને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બીમારી સાથે જોડાયેલા તેમના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે.

થોડા સમય પહેલાં ભારતી સિંહ અને તેનો પતિ ‘બિગ બોસ 12’માં શામેલ થશે એવી ચર્ચા હતી. આ બંને શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં પણ આવ્યા હતા. જોકે, આ વાત અફવા સાબિત થઈ હતી. સમાચાર હતા કે આ શો માટે સેલિબ્રિટી જોડીએ બહુ મોટી ફી માગી હતી. હાલમાં આ જોડીએ ટીવીના રિયલિટી શો ‘ખતરોં કે ખેલાડી’માં ભાગ લીધો હતો અને એના માટે તેને બહુ મોટી ફી મળી હતી.

ભારતી હવે ‘ખતરોં કે ખેલાડી’માંથી આઉટ થઈ ગઈ છે. તેનો પતિ પણ આ શોનો હિસ્સો હતો પણ એનું પત્તું પણ પહેલાં જ કટ થઈ ગયું છે. હાલમાં આ શોનું શૂટિંગ આર્જેન્ટિનામાં થઈ રહ્યું છે.

Related posts

વર્જિનિટીને લઈને ટાઈગર શ્રોફને પૂછાયો આ સવાલ, જવાબ સાંભળીને નહીં રોકાઈ જાઓ હસી

Harshad Patel

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!