GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

માતા બનાવા માગે છે કોમેડિયન ભારતીસિંહ, પણ આ કારણે યોજના પર ફરી ગયુ પાણી

કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાંથી લોકોને બહાર નીકળવું છે, પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાનું કોઈ કારણ મળતું નથી. લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ લોકડાઉને ઘણા લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે, આવું જ કાંઈક કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાની સાથે પણ થયું છે. લગ્નના ત્રણ વર્ષ બાદ ભારતીએ માતા બનવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ કોરોનાએ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે.

આ જોખમ લેવા માગતા નથી

ભારતી અને તેના પતિ હર્ષે એક મુલાકાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે તેમણે બંનેએ 2020માં બેબી પ્લાનિંગનું વિચાર્યું હતું. ભારતીએ કહ્યું કે, અમે 2020ના વર્ષમાં જ 20-20ની મેચ રમવાનું વિચારી રહ્યા હતા પરંતુ હવે કોરોનાને કારણે અમે આ જોખમ લેવા માગતા નથી. તેણે કહ્યું કે કોરોનાના આ સમયમાં અમે આ વિશે વિચારી પણ શકતા નથી. ટેન્શનમાં આવી રીતે પ્લાનિંગ કરી શકાય નહીં. અમે ઇચ્છીએ છીએ કે બાળક તંદુરસ્ત હોય. આ સમયે હોસ્પિટલમાં જવામાં પણ જોખમ છે. એક વર્ષમાં તમે પ્રેગનન્ટ થઈ જાઓ તો નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં જવાનું થાય. મને લાગે છે કે એક વર્ષ બાદ આ અંગે પ્લાનિંગ કરી શકાય. હું નથી ઇચ્છતી કે આવનારા બાળકને કોઈ જોખમમાં મૂકી દઉં.

બંનેએ 2017માં લગ્ન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, ભારતી અને હર્ષની લવ સ્ટોરી કોમેડી સર્કસ સિરિયલ વખતે શરૂ થઈ હતી. સાત વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ 2017માં લગ્ન કર્યા હતા. આ વર્ષે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ભારતીએ તેના કાંડા પર હર્ષના નામનું ટેટુ કરાવીને તેને સરપ્રાઇઝ આપી હતી. આ બેનેએ હાલમાં લોકડાઉનના સમયમાં ઓનલાઇન સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે હમ, તુમ ઓર કોરોન્ટાઇન. બંને પોતાના ઘરમાં જ તેનું શૂટિંગ કરે છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!