GSTV

ડ્રગ્સકાંડમાં કોમેડિયન ભારતીસિંહ બાદ તેના પતિની મોડી રાત્રે કરાઈ ધરપકડ, ફ્લેટમાંથી મળ્યો હતો ગાંજો

ડ્રગ્સ કેસમાં વધુ એક વિવાદાસ્પદ ક્રમમાં ભારતીસિંહની ધરપકડ બાદ તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં પોલિસને સફળતા મળી છે. ભારતીસિંહની એનસીબીએ ધરપકડ કર્યા બાદ તેના પતિ ફરાર હતો. જેની મોડી રાત્રે ધરપકડ કરાઈ છે. હર્ષ લિંબાચિયા અને ભારતીસિહંના ઘરેથી એનસીબીને દરોડા દરમિયાન ગાંજો મળ્યો હતો. જે બાદ તેઓની પૂછપરછ કરાયા પછી ધરપકડ કરાઈ છે.

હર્ષ સાથે ચાલી રહી હતી પૂછપરછ

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી કોમેડિયન ભારતી સિંહની એનસીબીએ ધરપકડ કરી લીધી છે. તો વળી હાલમાં તેના પતિ હર્ષ સાથે પૂછપરછ ચાલી રહી છે. આ અગાઉ પકડાયેલા પૈડલરની પૂછપરછ બાદ એનસીબીએ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે દરોડા પાડ્યા હતા. એનસીબીના દરોડામાં સંદિગ્ધ ગાંજો મળી આવ્યો હતો. બપોરે ત્રણ વાગ્યે થયેલી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

આ જગ્યાએ એનસીબીએ કરી રેડ

એનસીબીએ 21 નવેમ્બરના રોજ ખાર દાંડા માં રેડ પાડી હતી અને LSD, ગાંજો (ગ્રામ) અને Nitrazepam (સાઈકોટ્રોપિક દવા) સહિત કેટલાય ડ્રગ્સ સાથે 21 વર્ષના એક યુવકની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ એનસીબીએ શનિવારે જ બે અન્ય જગ્યાએ રેડ કરી હતી. જેમા કોમેડિયન ભારતીસિંહની પ્રોડક્શન ઓફિસ અને ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બન્નેએ ગાંજો પીતા હોવાની વાતનો સ્વિકાર કર્યો છે. ભારતીસિંહને એનડીપીએસ એક્ટ 1986 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યાએ દરોડા પાડ્યા હતા

આપને જણાવી દઈએ કે, શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ભારતી સિંહના ઘરમાંથી ગાંજા મળી આવ્યો હતો. જે બાદ તેના પતિ હર્ષને પણ એનસીબીએ પૂરપરછ માટે બોલાવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં ભારતીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ડ્રગ્સ એંગલને લઈને તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી

બોલિવુડ એકટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં એનસીબી દ્વારા ડ્રગ્સ એંગલને લઈને તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધ કપિલ શર્મા શોની કોમેડિયન ભારતીસિંહના ઘરે રેડ પાડવામાં આવી છે. એકટર સુશાંતસિંહ રાજપૂતના મોત પછી બોલિવૂડની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક પ્રખ્યાત કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું પણ નામ સામે આવ્યું છે. સૂત્રોનું માનીએ તો, મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ડ્રગ્સની સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા હવે એનસીબીની ટીમ ભારતીસિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાના ફ્લેટ પર પહોંચી છે. હર્ષ અને ભારતીને એનસીબી દ્વારા સમન પર મોકલવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડમાં ડ્રગ્સની તપાસમાં અત્યાર રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરનાં નામ સામે આવી ચૂક્યા છે.આ સિવાય અર્જુન રામપાલની પણ પૂછપરછ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ/ 114 દિવસ વિત્યા હજુ ચાર્જશીટ અને પંચની તપાસ બાકી! 8 કોરોના પેશન્ટ થયા હતા જીવતા ભડથું

pratik shah

દેશમાં કોરોનાનો આંકડો/ છેલ્લા 24 કલાકમાં આવ્યા 41,810 નવા કેસ, 496 લોકોના થયા મોત

Pravin Makwana

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!