રવિવારની રજા સાથે માણો ચીઝ કોર્ન બોલ્સ

આજે રવિવાર એટલે કંઇક નવું બનાવવાની ફરમાઇશ પરિવારના દરેક સભ્યની રહેતી હોય છે અને દર વખતે નવું શું બનાવવું તેવી ફરિયાદ દરેક ગૃહિણીઓની રહેતી હોય છે. તો તમારી સમસ્યાના સમાધાન માટે આજના ફૂડ ફંડાની રેસિપી હાજર છે. તો રવિવારની રાજાને ડબલ કરવા માટે જોઈ લો ચીઝ કોર્ન બોલ્સ…

સામગ્રી:-
1/2 કપ છીણેલુ ચીઝ
7-8 ચીઝ ના ટુકડા
1/2 કપ કેપ્સિકમ
1- કપ કોર્ન
2- બટાકા(બાફેલા)
1- ચમચી કોર્ન ફ્લોર
ર- ચમચી મેંદો
2- ચમચી બ્રેડ ક્રમ્સ
1- ચમચી ચીલી ફ્લેકસ
1- ચમચી ઓરેગાનો
1/2- ચમચી લસણ(પેસ્ટ)
1/2- ચમચી મીઠું
લીલા ધાણા
તળવા માટે- તેલ

રીત:
1.સૌ પ્રથમ એક મોટા વાસણમાં છિનેલુ ચીઝ,કેપ્સિકમ, કોર્ન,બટાકા,કોર્ન ફ્લોર,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,લસણ ની પેસ્ટ,મીઠું ,લીલા ધાણા લઈ બધું બરાબર મિક્સ કરો.
2.હવે હાથમાં થોડું તેલ લઇ થોડું તૈયાર મિશ્રણ લઈ તેમાં વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી તેના નાના નાના બોલ્સ બનાવી લો.
3.હવે વાડકીમાં મેંદો લઈ ને તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
4.ચીઝ બોલ્સને મેંદાની પેસ્ટમા બોળી પછી તેને બ્રેડ ક્રમ્સમા બરાબર રગદોળી ને ગરમ તેલમાં ગોલડન બ્રાઉન તળી લો.
5.તૈયાર છે ચીઝ કોર્ન બોલ્સ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter