GSTV

ચમત્કાર: બે માછીમારોને દરિયામાં કંઇ તરતું દેખાતા નજીક જતાં બેભાન યુવતી મળી

20 વર્ષ પહેંલા પ્રથમ વખત ગર્ભવતી બન્યા પછીથીજ પતિનો ત્રાસ સહન કરતી 46 વર્ષની એક મહિલાએ જીવનનો અંત આણવા દરિયામાં ઝંપલાવ્યું હતું, પરંતુ આઠ આઠ કલાક સુધી બેભાન અવસ્થામાં તર્યા પછી પણ તે  જીવતી મળી આવી હતી.

બેભાન યુવતી મળી

સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

એન્જેલિકા ગાઇટેન નામની આ મહિલા માછીમારી કરી રહેલા રોનાલ્ડો વિસ્બલ અને તેના મિત્રને  પ્યુર્ટો કોલંબિયાના કિનારાથી બે કિલો મીટર દૂર મળી હતી. માછીમારોએ તેને બચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

યુવતી 8 કલાક દરિયામાં રહી બેભાન

ગાઇટેન આઠ કલાક કરતાં વધુ સમય સુધી દરિયામાં બેભાન અવસ્થામાં જ તરતી રહી હતી.તે હાઇપોથેરેમિયાથી પીડાતી હતી. માછીમારોએ તેને બહાર કાઢ્યા પછી તેણે પહેલુ વાક્ય એ કહ્યું હતું કે મારા ફરીથી જન્મ થયો. ઇશ્વરની ઇચ્છા નહતા કે હું મરી જાઇ. માછીમારોએ તેને પીવાનું પાણી આપ્યું હતું અને ત્યાર પછી તેને હોસ્પિટલ ખસેડી હતી.

20 વર્ષ સહન કર્યો પતિનો ત્રાસ

લગ્નનના 20 વર્ષ સુધી પતિ નો ત્રાસ સહન કરનારં ગાઇટેને અંતે  સપ્ટેમ્બર,૨૦૧૮માં ઘરમાંથી ભાગી ગઇ હતી અને છ મહિના સુધી રસ્તાઓ પર રખડતી રહી હતી.ત્યાર પછી  આશ્રય ગૃહમાં તેને રહેવા સ્થાન મળ્યું હતું. સમય જતાં  તેનો પતિ ત્યાં પણ આવી જતાં ઝગડો જોઇ તેને ત્યાંથી પણ કાઢી મૂકતા એણે આત્મહત્યા કરવા દરિયામાં પડતું મૂક્યું હતું, પરંતુ દરિયામાં પડતાં જ તે બેભાન થઇ ગઇ હતી.

માતાના ઈલાજ માટે દીકરી મેદાને

છેલ્લા બે વર્ષથી માતાની ખબર કાઢવાના પ્રયાસો કરી રહેલી ગાઇટેનની પુત્રી એલેઝાન્ડ્રા કાસ્ટીબ્લાન્કો તેને પોતાના ઘરે લઇ ગઇ હતી.જો કે તેણે ઘરેલું હિંસાની વાત ખોટી હોવાનું કહ્યું હતું. તે હવે માતાના ઇલાજ માટે પૈસા ભેગા કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

અમદાવાદ મનપાની સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં અવલ્લ, આ ફૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત થઈ હવા હવાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!