GSTV
Home » News » સોફા પર બેસતા જ થયો અજીબો-ગરીબ અહેસાસ, કવર હટાવીને જોયું તો નિકળ્યાં…

સોફા પર બેસતા જ થયો અજીબો-ગરીબ અહેસાસ, કવર હટાવીને જોયું તો નિકળ્યાં…

પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે બાળકોએ ખૂબ જ કપરી પરિસ્થિતિથી ગુજરવુ પડે છે. એક અજાણ્યા શહેરમાં જઇને પોતાના રહેવા માટે એવા ઘરની ગોઠવણ કરવી પડે છે, જેનો ખર્ચ નિકાળવામાં તેમને વધુ મુશ્કેલી ના થાય. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઘરમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓનો પણ ઉપયોગ કરવો પડે છે. પરંતુ અહીં અમૂક યુવકોની સાથે એવી ઘટના ઘટી કે જેનાથી તેઓ હેરાન થયા.

આ સંદર્ભમાં અમેરિકાના પાલ્ટજથી એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જેને જાણીને તમારા મનમાં અલગ પ્રકારના ખ્યાલ સામે આવવા લાગશે. આ સમાચારને વાંચ્યા બાદ તમારા મનમાં આ ખ્યાલ જરૂર આવશે કે જો તમે આ વિદ્યાર્થીઓની જગ્યાએ હોત તો શું કર્યુ હોત?

ખરેખર, અમેરિકાના પાલ્ટજમાં રહેલા સ્ટેટ યૂનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ રીસે વેરખોવે, કૉલી ગાસ્ટી અને લારા રૂસ્સોએ મળીને ભાડાનુ મકાન લીધું. ત્યારબાદ તેમના ઘરમાં બાકીના સામાનની વ્યવસ્થા કરવાની શરૂ કરી દીધી. આ જ સંદર્ભમાં વિદ્યાર્થીઓએ એક સેકન્ડ હેન્ડ સોફો પણ ખરીદ્યો. તેમણે આ સોફા માટે લગભગ 1300 રૂપિયા ખર્ચ કર્યા હતા, પરંતુ ત્રણેય લોકોએ ક્યારેય પણ સપનામાં વિચાર્યુ નહોતુ કે જૂનો સોફો તેમના જીવનની બદલી નાખશે. એક દિવસ ત્રણેય મિત્રો સોફા પર બેસીને ટીવી જોઇ રહ્યાં હતા, ત્યારે તેમાંથી એક વ્યક્તિ સોફા પર બેઠો હતો, જેને અજીબ પ્રકારનો અનુભવ થયો. ત્યારબાદ તેમણે સોફાની ઉપરની વસ્તુ હટાવીને જોઈ તો તેમાં એક વસ્તુ જોવા મળી. જેને જોયા બાદ ત્રણેય મિત્રોના પગ નીચેથી જમીન સરકી ગઇ.

સોફાની અંદરથી તેમને એક જૂનું પેકેટ મળ્યું, જેમાં 1 હજાર ડૉલર (લગભગ 70 હજાર રૂપિયા) મળ્યા હતાં. પહેલુ પેકેટ મળ્યા બાદ તેમને આખા સોફાને ખોલીને જોયો, જેમાંથી અલગ-અલગ પેકેટમાં કુલ 41 હજાર ડૉલર એટલેકે 29 લાખ રૂપિયા મળ્યાં.

એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પૈસા સિવાય બેંકની ડિપૉઝીટ સ્લિપ પણ મળી, જેનાથી આ આશંકા લગાવવામાં આવી કે આ કોના પૈસા છે. જેને તેઓ બેંકમાં જમા કરાવવા ઈચ્છતા હતાં. ત્રણેય વિદ્યાર્થીઓએ મળીને નિર્ણય કર્યો કે તેઓ આ બધા પૈસા તેના સાચા માલિકને આપી દેશે. ત્યારબાદ બેંકની ડિપૉઝીટ સ્લિપની મદદથી તેઓ ઘર સુધી પહોંચી ગયા.

વિદ્યાર્થીઓને ત્યાં એક વૃદ્ધ માતા મળી, જેમણે જણાવ્યું કે આ પૈસા તેના પતિએ બેંકમા જમા કરાવવા માટે રાખ્યા હતાં. તેમણે જણાવ્યું કે આ બધા પૈસા તેના પતિને નિવૃત્તિ સમયે મળ્યા હતાં. વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તેમના બાળકોએ આ સોફો પૂછ્યા વગર જ વહેંચી દીધો હતો. બધા પૈસા પાછા મળ્યા બાદ વૃદ્ધ માતા ઉત્સાહમાં ઝૂમી હતી. જોકે, વૃદ્ધ મહિલાએ વિદ્યાર્થીઓની પ્રામાણિકતાથી ખુશ થઇને એક હજાર ડૉલર ઈનામ તરીકે આપ્યાં. વિદ્યાર્થીઓની પ્રામાણિકતાની આ પ્રેરણાદાયક કહાની સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.

READ ALSO

Related posts

આગામી તબક્કામાં MPની 6 સીટો પર વોટિંગ, કોંગ્રેસ કરતાં વધુ કમલનાથની પરીક્ષા

Mayur

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari

Jio યુઝર્સને મોટો ઝટકો : હવે આટલી સસ્તી નહી મળે ઇન્ટરનેટ સેવા, ટેરિફ પ્લાનની કિંમતોમાં થશે વધારો

Bansari