લોકશાહીની સુંદરતા એ છે કે નાનામાં નાની વ્યક્તિને પણ રાજનીતિમાં પ્રવેશવાની તક મળે છે. ઓડિશામાં તાજેતરમાં આવું થયું. ઓડિશામાં પંચાયતની ચૂંટણીમાં બીજુ જનતા દળે સપાટો બોલાવી દીધો છે. 852માંથી 766 બેઠક પર બીજુ જનતા દળની જીત થઈ છે. ભાજપ કેવળ 42 બેઠકો પર સમેટાઈ ગયો છે. કૉન્ગ્રેસને ફક્ત 37 બેઠક મળી છે. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની અને એક શાકભાજી વિક્રેતા પણ વિજેતા બન્યાં છે. પ્રતાપ પુરુષોત્તમપુર ગામની હીરા નાયક વિજેતા બની છે. તે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમનો પરિવાર ઝૂંપડાંમાં રહે છે. પિતા દૈનિક મજૂરી કરે છે. રમણાગુડા ગામના શાકભાજીના વેપારી ટી. શ્રીધર પંચાયતની ચૂંટણી જીત્યા છે. નવીન પટનાયક ઓડિશામાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. તેમના પક્ષની રાજનીતિ પર એટલી પકડ છે કે ઓડિશામાં તેઓ અન્યને ફાવવા દેતા નથી.
Read Also
- મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી